નેશનલ હેરાલ્ડ કેસમાં ગયા અઠવાડિયે સતત ત્રણ દિવસની પૂછપરછ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સોમવારે ED દ્વારા ફરી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે તેને મંગળવારે ફરી પૂછપરછમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.રાહુલ ગાંધી CRPFના જવાનોની “Z+” શ્રેણીની સુરક્ષા સાથે સવારે 11.05 વાગ્યે મધ્ય દિલ્હીના એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેના એક દિવસ પહેલા રાહુલ ગાંધીનો 52મો જન્મદિવસ હતો. બીજી તરફ સોનિયા ગાંધીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અરે વાહ/ બાળકને સરકારી સ્કૂલમાં એડમિશન અપાવો; મળશે 5000 રૂપિયા
કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફિસની આસપાસ પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે અને કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો અમલમાં છે. રાહુલ ગાંધી બપોરે 3.30 વાગે લંચ માટે ED ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને લગભગ એક કલાક બાદ ફરીથી ED ઓફિસ પહોંચ્યા હતા.
52 વર્ષીય રાહુલ ગાંધીની ઇડીના અધિકારીઓએ ગયા અઠવાડિયે સોમવાર, મંગળવાર અને બુધવારે સતત ત્રણ દિવસ સુધી 30 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી, જે દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
donations/ રામ મંદિર માટે દાનમાં મળેલ 22 કરોડના ચેક બાઉન્સ થયા,જાણો
તેઓ શુક્રવારે ફરીથી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાના હતા, પરંતુ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે તેમની માતા સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયતને કારણે શુક્રવાર (17 જૂન) ના રોજ થનારી પૂછપરછમાંથી મુક્તિ આપવા માટે EDના તપાસ અધિકારીને પત્ર લખ્યો હતો. વિનંતી કરવામાં આવી હતી. EDએ તેની વિનંતી સ્વીકારી હતી અને તેને 20 જૂને હાજર થવા જણાવ્યું હતું.