Not Set/ યુપી/ સીતાપુર ફેક્ટ્રીમાં ભયાનક દુર્ઘટના, ગેસ લીક થવાથી 7 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશનાં સીતાપુર જિલ્લામાં કાલીન ફેક્ટરીમાં ગેસ લિક થયો છે. કારખાનામાં સાત લોકોનું ગૂંગળામણથી મોત નીપજ્યું છે. મૃતકોમાં 2 યુવકો, 2 મહિલાઓ અને 3 બાળકો શામેલ છે. બનાવની માહિતી મળતા પોલીસ-વહીવટી તંત્ર સ્તંબ્ધ થઈ ગયું હતું. જાણકારી મળવાની સાથે વિસ્તારનાં લોકો ભયમાં છે. પોલીસ અધિકારીઓ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. ટાઉન ઇન્ચાર્જ અજય […]

Top Stories India
sitapur death1 યુપી/ સીતાપુર ફેક્ટ્રીમાં ભયાનક દુર્ઘટના, ગેસ લીક થવાથી 7 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશનાં સીતાપુર જિલ્લામાં કાલીન ફેક્ટરીમાં ગેસ લિક થયો છે. કારખાનામાં સાત લોકોનું ગૂંગળામણથી મોત નીપજ્યું છે. મૃતકોમાં 2 યુવકો, 2 મહિલાઓ અને 3 બાળકો શામેલ છે. બનાવની માહિતી મળતા પોલીસ-વહીવટી તંત્ર સ્તંબ્ધ થઈ ગયું હતું. જાણકારી મળવાની સાથે વિસ્તારનાં લોકો ભયમાં છે. પોલીસ અધિકારીઓ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે. ટાઉન ઇન્ચાર્જ અજય રાવતે સાત મોતની પુષ્ટિ કરી છે.

ઘટના સીતાપુરનાં બિસવા કોતવાલી વિસ્તારનાં જલાલપુરની છે. મળતી માહિતી મુજબ કાલીન ફેક્ટરીમાં કાર્પેટ રંગવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. દરમિયાન, ગેસ લિકેજ થયો હતો અને સાત લોકો ગૂંગળામણથી મરી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને પ્રશાસનનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.