રશિયન સોશિયલ મીડિયા સ્ટાર અનાસ્તાસિયા રેડઝિન્સકાયા માત્ર 7 વર્ષની ઉંમરે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. અનાસ્તાસિયા સોશિયલ મીડિયાના કારણે દર મહિને એક કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે. તે 140 કરોડથી વધુની સંપત્તિની માલિક બની ગઈ છે.
આ પણ વાંચો – Pegasus Spyware / પેગાસસ સ્પાયવેરમાં, હવે ઇઝરાયેલ સરકારપોતે જ ફસાઈ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સેંકડો નાગરિકોની જાસૂસીનો આરોપો
માત્ર સાત વર્ષની ઉંમરે, અનાસ્તાસિયા YouTube નાં સૌથી મોટા ક્રિએટર્સમાની એક બની ગઈ છે. કેટલાક અહેવાલો અનુસાર, ગયા વર્ષે યુવતીએ લગભગ 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અનાસ્તાસિયાની આ આશ્ચર્યજનક સફળતા પાછળ તેના માતા-પિતાનો સૌથી મોટો ફાળો છે. ‘ડેઇલી સ્ટાર’નાં અહેવાલ મુજબ, અનાસ્તાસિયા રેડઝિન્સકાયા તેના વૈભવી ફેમિલી હોલિડેને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ બનાવે છે. જે તે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે. તેણીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બાળક-કેન્દ્રિત પૌષ્ટિક ખોરાક અને વિદેશી રજાઓ અને ખર્ચાળ ખાનગી જેટ પ્રવાસોનાં ફોટાનું રસપ્રદ મિશ્રણ છે. લાખો ફોલોઅર્સ તેનાં કન્ટેન્ટને પસંદ કરે છે, જેના કારણે અનાસ્તાસિયા મોટી કમાણી કરે છે. જણાવી દઇએ કે, 2014 માં જન્મ્યા પછી તુરંત જ, એનાસ્તાસિયાને Cerebral Palsy નામની ન્યુરોલોજીકલ ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું. પરિણામે, તેના માતા-પિતા અન્ના અને સર્ગેઈએ તેમની નોકરી છોડી દીધી અને પુત્રી માટે YouTube ચેનલ- ”Like Nastya’ શરૂ કરી.
આ પણ વાંચો – હિજાબ વિવાદ / પ્રિયંકા ગાંધીએ કહ્યું- ‘બિકીની હોય, ઘુંઘટ હોય કે હિજાબ હોય, મહિલાઓને તેમની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે’
તેણે મૂળ રૂપે અનાસ્તાસિયા માટે શૈક્ષણિક પ્રોજેક્ટ તરીકે ચેનલની શરૂઆત કરી હતી, પરંતુ થોડા વર્ષોમાં, તેણે તેમાંથી પૈસા કમાવવાનું શરૂ કર્યું. અહીંથી, અનાસ્તાસિયાનાં માતા-પિતાએ તેમનો વિચાર બદલી નાખ્યો અને તેઓએ વિવિધ પ્રકારનાં કન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું હતુ. ગયા વર્ષે, અનાસ્તાસિયા યુટ્યુબનાં સૌથી વધુ-પેઇડ કન્ટેન્ટ ક્રિએટર્સ ટોચની 10 યાદીમાં નંબર 6 પર પહોંચી હતી.