Crime/ લો બોલો… વધતા ડીઝલના ભાવ વચ્ચે સરકારી વાહનમાંથી થઇ 70 લીટર ડીઝલની ચોરી

તસ્કરોની જાણે ઈદ દિવાળી ચાલી રહી હોય તેમ તેમને છૂટો દોર મળી ગયો છે. અત્યારે તસ્કરોના નસીબ કામ કરી રહ્યા છે જયારે પોલીસની કામગીરી ઉપર લોકો નારાજગી વ્યકત કરી રહ્યા છે. શહેરમાં બેફામ ચોરીની ઘટનાઓ ઘટી રહી છે છતાં પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવા માટેની વાતો માત્ર કાગળ ઉપર જ હોય તેવું શહેરના માહોલને જોતા […]

Ahmedabad Gujarat
images 500x500 1 લો બોલો... વધતા ડીઝલના ભાવ વચ્ચે સરકારી વાહનમાંથી થઇ 70 લીટર ડીઝલની ચોરી

તસ્કરોની જાણે ઈદ દિવાળી ચાલી રહી હોય તેમ તેમને છૂટો દોર મળી ગયો છે. અત્યારે તસ્કરોના નસીબ કામ કરી રહ્યા છે જયારે પોલીસની કામગીરી ઉપર લોકો નારાજગી વ્યકત કરી રહ્યા છે. શહેરમાં બેફામ ચોરીની ઘટનાઓ ઘટી રહી છે છતાં પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવા માટેની વાતો માત્ર કાગળ ઉપર જ હોય તેવું શહેરના માહોલને જોતા લાગી રહ્યું છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કચરો એકત્ર કરીને તેને સુરેઝ ફાર્મ પાસેના કચરાના ડગલાંમાં ખાલી કરાવવા માટે પ્રશાશન દ્વારા મોટી સંખ્યામાં ડમ્પરો મુકવામાં આવ્યા છે. અને આવો એક ડમ્પર ફેરવાની નોકરી કરતા આસિફ ભાઈ ચૌહાણે કારંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે કોર્પોરેશન તરફથી તેમને સોંપવામાં આવેલા ડમ્પરને તેમણે લાલ દરવાજા પાસેના સરદાર બાગ નજીક ( કાયદેસર રીતે પાર્ક કરવાની જગ્યાએ ) તેમણે પાર્ક કર્યું હતું. તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ ડમ્પરની ડીઝલની ટાંકીએ ભારે વજનની વસ્તુ મારીને તેને તોડી નાખી હતી અને તેમાં રહેલું 70 લીટર જેટલું ડીઝલની ચોરી કરી હતી. આ અંગેની આસિફભાઇને ખબર પડતા તેમણે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.