Accident/ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 લોકોના મોત,15 ઘાયલ

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં  બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે,  અકસ્માત ડબલ ડેકર બસનો થયો હતો.

Top Stories India
7 23 ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 8 લોકોના મોત,15 ઘાયલ

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં  બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 8 લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે,  અકસ્માત ડબલ ડેકર બસનો થયો હતો. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો સત્વરે બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી,ઘટનાસ્થળે પહોંચી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

 

 

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના બારાબંકીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સોમવારે સવારે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બિહારથી દિલ્હી જઈ રહેલી બે ડબલ ડેકર બસો અથડાઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર આઠ લોકોના મોત થયા છે. જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ઘાયલોને સારવાર માટે નજીકના સીએચસી હૈદરગઢમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસે પાછળથી બીજી ડબલ ડેકર બસને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસના ફુરચા ઉડી ગયા હતા.જે બસમાં અકસ્માત થયો તે ડબલ ડેકર બસ હતી. આ ઘટનામાં 8 લોકોના મોત અને  15થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે .  આ ઘટના  ત્રિવેદી ગંજ વિસ્તારના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બની હતી.આ અકસ્માત અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આધિત્યનાથે દુ:ખ વ્યકત કર્યો છે. અને જે લોકો ઘાલ થયા છે તે જલદી સાજા થાય તે અંગેની કામના કરી છે.