ગુજરાત/ અમદાવાદમાં PM મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

Ahmedabad Top Stories Gujarat Trending
પોસ્ટર

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ધરપકડો આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી પોસ્ટર ઝુંબેશ શરૂ કર્યાના એક દિવસ બાદ કરવામાં આવી છે. AAPએ દેશભરની 11 ભાષાઓમાં ભાજપ વિરુદ્ધ આ પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ઉપરાંત ગુજરાતી, પંજાબી, તેલુગુ, બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની દિવાલો પર પીએમને નિશાન બનાવતા હજારો પોસ્ટરો દેખાયા, જેના પગલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી, 49 એફઆઈઆર નોંધી અને છ લોકોની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા બે લોકો પ્રિન્ટિંગ પ્રેસના માલિક હતા.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો