Not Set/ આ એપ્સ કરશે તમારા સ્માર્ટફોનને ફાસ્ટ, ડીલીટ કરશે બધો જંક

અમે તમારા માટે Google Play Store પર ઉપલબ્ધ ત્રણ એપ્લિકેશન્સ ની જાણકારી લાવ્યા છીએ જે ફોનમાં સ્ટોરેજને ફ્રિ કરવામાં અને ફાસ્ટ કામ કરવામાં મદદ કરે છે. 1. પાવર ક્લીન (લાયન મોબી): અત્યાર સુધીમાં 130 મિલિયનથી વધુ લોકો દ્વારા આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે. આ ફાસ્ટ અને સ્માર્ટ Android ફોન ક્લીનર અને બુસ્ટર એપ્લિકેશન છે. […]

Tech & Auto
news2302 આ એપ્સ કરશે તમારા સ્માર્ટફોનને ફાસ્ટ, ડીલીટ કરશે બધો જંક

અમે તમારા માટે Google Play Store પર ઉપલબ્ધ ત્રણ એપ્લિકેશન્સ ની જાણકારી લાવ્યા છીએ જે ફોનમાં સ્ટોરેજને ફ્રિ કરવામાં અને ફાસ્ટ કામ કરવામાં મદદ કરે છે.

1. પાવર ક્લીન (લાયન મોબી):

અત્યાર સુધીમાં 130 મિલિયનથી વધુ લોકો દ્વારા આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે. આ ફાસ્ટ અને સ્માર્ટ Android ફોન ક્લીનર અને બુસ્ટર એપ્લિકેશન છે. આ એપ્પ દ્વારા ફોનની મેમરી અને સ્ટોરેજ સ્પેસમાંથી જંક ફાઇલો દૂર માત્ર એક ટેપથી કરી શકાય છે. તે મોબાઈલથી અનઇન્સ્ટોલ કરેલી એપ્પ્સ ની APK ફાઇલોને પણ દૂર કરે છે. આ એપ્પ મોબાઈલથી ડુપ્લિકેટ જંક ફોટાઓ સ્કેન કરીને ડીલીટ કરી દે છે.

નોર્ટન ક્લીન:

આ એપ્લિકેશનનું મુખ્ય ફીચર કેશે ક્લીનર છે. આ એપ્લિકેશન Android ફોન્સ તથા ટેબ્લેટ્સથી અનઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશનના કેશેને સાફ કરવામાં મદદ કરે છે. તેના જંક રીમુવર સુવિધા મોબાઈલમાંથી બધી જંક ફાઇલોને દૂર કરે છે જેથી ફોનમાં સ્ટોરેજ સ્પેસ ફ્રિ રહી શકે. આ એપ્પમાં રેસિડયુઅલ ફાઈલ ક્લીનર ફીચર પણ શામેલ છે.

ક્લીન માસ્ટર (ચિત્તા મોબાઇલ):

આ એપ્લિકેશન વાયરસથી ફોનને સુરક્ષિત રાખે છે. તે એક પ્રાઇવેટ ફોટોની સુવિધા ધરાવે છે જેનાથી તમારા પ્રાઇવેટ ફોટોઝ સરળતા થી હાઇડ અને એન્ક્રિપ્ટ થઇ શકે છે. આ ફોનમાં જંક ફાઇલોને દૂર કરી શકાય તેવું પણ એક ફીચર છે. આ એપ્પ ફોને ના બધા એપ્લિકેશન્સ સ્કેન કરીને તેમાંથી વાયરસ શોધી નિકાળે છે.