દિલ્હી ફરી શર્મસાર/ 28 વર્ષના યુવકે હેવાનિયતની હદ વટાવી, 85 વર્ષીય વૃદ્ધ મહિલાને બનાવી હવસનો શિકાર

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક 28 વર્ષના યુવકે 85 વર્ષીય વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની બર્બરતા અહીંથી અટકી ન હતી. આરોપીએ બ્લેડ વડે વૃદ્ધના હોઠ કાપી નાખ્યા હતા. વૃદ્ધ મહિલાના પ્રાઈવેટ પાર્ટ સહિત શરીરના ઘણા ભાગો પર ઊંડા ઘા જોવા મળ્યા હતા. પાડોશીઓની સૂચના પર દિલ્હી પોલીસ […]

Top Stories India
દિલ્હી ફરી શર્મસાર 28 વર્ષના યુવકે હેવાનિયતની હદ વટાવી, 85 વર્ષીય વૃદ્ધ મહિલાને બનાવી હવસનો શિકાર

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક 28 વર્ષના યુવકે 85 વર્ષીય વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની બર્બરતા અહીંથી અટકી ન હતી. આરોપીએ બ્લેડ વડે વૃદ્ધના હોઠ કાપી નાખ્યા હતા. વૃદ્ધ મહિલાના પ્રાઈવેટ પાર્ટ સહિત શરીરના ઘણા ભાગો પર ઊંડા ઘા જોવા મળ્યા હતા. પાડોશીઓની સૂચના પર દિલ્હી પોલીસ પીડિતાના ઘરે પહોંચી અને કેસ નોંધ્યો. બીજી તરફ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પીડિતાને મળવા પહોંચ્યા હતા.

વૃદ્ધ મહિલા ઓરડામાં એકલી રહે છે

મળતી માહિતી અનુસાર, આ ઘટના દિલ્હીના ઉત્તર-પશ્ચિમ જિલ્લાના શકુરપુર વિસ્તારનો છે. અહીં એક 85 વર્ષીય વૃદ્ધ મહિલા ઓરડામાં એકલી રહે છે. એવું કહેવામાં આવે છે કે, વૃદ્ધ મહિલા શુક્રવારે વહેલી સવારે તેના ઓરડામાં હતી. તે દરમિયાન આરોપી અંદર ઘુસ્યો હતો. તે વૃદ્ધ મહિલા સાથે ક્રૂર વર્તન કરવા લાગ્યો. આરોપીએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરોપીનું ક્રૂર સ્વરૂપ જોવા મળ્યું.

બૂમો સાંભળીને પાડોશીઓ આવી પહોંચ્યા

આરોપીએ બ્લેડ વડે મહિલાના હોઠ કાપી નાખ્યા હતા. તેના પ્રાઈવેટ પાર્ટ સહિત શરીરના અનેક ભાગો પર ઘા કર્યા. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો ઓરડામાં પહોંચી ગયા હતા. તેણે તરત જ પોલીસને આ બાબતની જાણ કરી. માહિતી મળતા પોલીસ પહોંચી અને વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

28 વર્ષના આરોપીની ધરપકડ

બીજી તરફ દિલ્હી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં 28 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હોવાનું જાણવા મળે છે. જોકે પોલીસ હજુ તેની પૂછપરછ કરી રહી છે.

સ્વાતિ માલીવાલે કહ્યું- કોઈ સુરક્ષિત નથી

આ ઘટનાની જાણ થતાં જ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પણ વૃદ્ધ મહિલાને મળવા પહોંચી ગયા હતા. બેઠક બાદ તેમણે દિલ્હી પોલીસને નોટિસ જારી કરીને સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. બેઠક બાદ સ્વાતિ માલીવાલે પોતાના સો.મીડિયા પ્લેટફોર્મ X (પહેલા ટ્વિટર) પર લખ્યું કે 6 વર્ષની બાળકીઓથી લઈને 85 વર્ષની મહિલાઓ સુરક્ષિત નથી.

 

આ પણ વાંચોઃ Attack On Pakistani Army/ પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો, 9 જવાન શહીદ, 17 ઘાયલ

આ પણ વાંચોઃ Pakistan Petrol-Diesel Price Rise/ પાકિસ્તાનમાં તુટ્યો મોંઘવારીનો ‘મહારેકૉર્ડ’, પહેલીવાર પેટ્રોલ-ડીઝલના ભાવ 300 રૂપિયાને પાર

આ પણ વાંચોઃ Trump Trial/ ચાર માર્ચથી ટ્રાયલ શરૂ કરવાના ચુકાદાને ટ્રમ્પે ચૂંટણીમાં હસ્તક્ષેપ ગણાવ્યો

આ પણ વાંચોઃ Asia Cup-India-Pak/ Asia Cup 2023: ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, રોહિત શર્મા સામે શાહીનનો પડકાર

આ પણ વાંચોઃ Supreme Court-Article 370/ ‘કલમ-370ના ભૂતને દફનાવવાનો સમય આવી ગયો છે’