વિમાન દુર્ઘટના/ ફિલિપાઇન્સમાં સૈન્ય વિમાન દુર્ઘટના માં 85 લોકો સવાર હતા, જેમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા

વિમાન રનવે પર લેન્ડિંગ ચૂકી ગયું હતું અને ક્રેશ થયું હતું. સોબેજાનાએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર ઓછામાં ઓછા 40 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

World
Untitled 31 ફિલિપાઇન્સમાં સૈન્ય વિમાન દુર્ઘટના માં 85 લોકો સવાર હતા, જેમાં 40 લોકોને બચાવી લેવામાં આવ્યા

ફીલીપાઇન્સ મિલિટ્રી પ્લેન તૂટી પડ્યું હોવાના સમાચાર છે. આ પ્લેનમાં 85 લોકો સવાર હતા. આર્મ ફોર્સના વડાએ રવિવારે સવારે આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવાયા હોવાનો તેમણ દાવો કર્યો છે. પ્લેનમાં સવાર અન્ય લોકોને બચાવવાની કામગીરી શરૂ છે.જનરલ સિરાલીટો સોબેજનાએ કહ્યું, સી-130 દક્ષિણ ફિલીપાઇન્સના જોલો આઈલેન્ડ પર ઉતરતી વખતે રન વે પર ઉતરાણ કરવાનું ચૂકી જતાં આ ઘટના બની હતી. પ્લેનમાં સવાર મોટાભાગના લોકો તાજેતરમાં બેસિક મિલિટ્રી ટ્રેનિગમાં ગ્રેજ્યુએટ થયેલા હતા અને તેમને જોઈન્ટ ટાસ્ક ફોર્સની તાલીમ આપવા આઇલેંડ પર લઈ જવાતા હતા.

આ અકસ્માત કયા કારણોસર થયો તે હાલમાં સ્પષ્ટ નથી થઈ શક્યું. મધ્ય ફિલિપાઇન્સમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ સુલુ ક્ષેત્રમાં હવામાનની અસર થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી. સુલોના મુખ્ય શહેર જોલોમાં એરપોર્ટ એક પર્વતીય ક્ષેત્રથી થોડા કિલોમીટર દૂર સ્થિત છે જ્યાં સૈનિકો અબુ સૈયફ સાથે લડત ચલાવી રહ્યા છે. કેટલાક આતંકવાદીઓએ પોતાને ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડ્યા છે.