Not Set/ હાર્દિકની હાલત નાજુક,સાંભળો શું કહે છે ડોક્ટર, જાહેર કર્યું વસિયતનામું

  અમદાવાદ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો રવિવારે નવમો દિવસ છે અને શારીરીક રીતે તે વધુ કમજોર થઈ રહ્યો છે.હાર્દિકનું વજન વધુ 600 ગ્રામ ઘટ્યું છે.હાર્દિકે આજે સવારે ઉલ્ટી અને ચક્કની પણ ફરિયાદ કરી હતી.હાર્દિકને તપાસવા માટે તબીબોનું ટીમ પહોંચી હતી જેમણે પણ કહ્યું હતું કે તેની તબિયત નાજુક છે.હાર્દિકને તપાસનાર તબીબે ડોક્ટર પ્રવીણ સોલંકીએ જણાવ્યું […]

Top Stories
Hardik Patel 1 હાર્દિકની હાલત નાજુક,સાંભળો શું કહે છે ડોક્ટર, જાહેર કર્યું વસિયતનામું

 

અમદાવાદ

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો રવિવારે નવમો દિવસ છે અને શારીરીક રીતે તે વધુ કમજોર થઈ રહ્યો છે.હાર્દિકનું વજન વધુ 600 ગ્રામ ઘટ્યું છે.હાર્દિકે આજે સવારે ઉલ્ટી અને ચક્કની પણ ફરિયાદ કરી હતી.હાર્દિકને તપાસવા માટે તબીબોનું ટીમ પહોંચી હતી જેમણે પણ કહ્યું હતું કે તેની તબિયત નાજુક છે.હાર્દિકને તપાસનાર તબીબે ડોક્ટર પ્રવીણ સોલંકીએ જણાવ્યું કે તેણે ઉલ્ટી અને ચક્કર આવવાની ફરિયાદ કરી છે અમે તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે.

જો કે હાર્દિક તબીબોની સલાહ અવગણી છે.હાર્દિકે હોસ્પિટલમાં દાખલ થવાની મનાઇ કરી છે એટલું જ નહી પરંતું બ્લડ અને યુરિન ટેસ્ટ આપવાની પણ ના પાડી હતી.

આમ તો હાર્દિકનો યુરિન ટેસ્ટ નોર્મલ આવ્યો છે છતાં ડોક્ટર પ્રવીણ સોલંકીએ તેની હાલત ગંભીર ગણાવી છે.હાર્દિકને તપાસનારા તબીબે કહ્યું કે જો તે હોસ્પિટલમાં દાખલ નહીં થાય તો તેની હાલત વધુ ખરાબ થઇ શકે છે.

છેલ્લા 9 દિવસથી અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોના દેવા માફ કરવા મુદ્દે આમરણાંત ઉપવાસ પર છે. હાર્દિકે 3 દિવસ અગાઉ તેને જળ ત્યાગ કર્યો હતો, જે તેને શનિવારે જળગ્રહણ કર્યું હતું.

આ દરમિયાન હાર્દિકે તેની સંપત્તિ જાહેર કરીને વસિયતનામુ કર્યું હતું..હાર્દિકે તેની 50,000 રૂપિયાની રોકડ સંપત્તિની જાહેરાત કરીને તેના મોત બાદ ચક્ષુદાન કરવાની જાહેરાત કરી હતી.તેની પાસે જે રોકડ છે તેમાંથી 30 હજાર રૂપિયા વીરપુરની પાંજરાપોળમાં આપવાની પણ જાહેરાત કરી હતી,જ્યારે 20 હજાર રૂપિયા તેના માતાપિતાને આપવા જણાવ્યું હતું.

હાર્દિકના જીવન પર એક બુક લખાઇ રહી છે જેની રોયલ્ટીની કિંમત ક્યાં આપવી તેની પણ જાહેરાત કરવામાં આવી હતી.