Entertainment News/ સલમાન ખાને ફાર્મ હાઉસ પર મનાવ્યો પોતાનો 60 મો જન્મદિવસ…એમએસ ધોની તથા બોલીવુડ સિતારી ઉમટ્યાં…

Salman Khan આજે 60 વર્ષના થઇ ચૂક્યા છે. આ દિગ્ગજ ‘યુવા બેચલર’ સલમાન ખાને પોતાના પરિવાર અને બોલીવુડના ખાસ સિતારાઓ સાથે પાર્ટી મનાવી હતી…

Trending Entertainment
Salman Khan, સલમાન ખાન, બર્થ ડે

Entertainment News: સલમાન ખાન (Salman Khan) હાલ 60 વર્ષના થઇ ચૂક્યા છે. એમણે પોતાના જન્મદિવસને વિશેષ બનાવવા માટે પાતાના ફાર્મ હાઉસ પર પાર્ટી રાખી હતી, જેમાં બોલીવુડના સિતારાઓ (Bollywood Celebrities) ઉપરાંત, દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોની (MS Dhoni) પણ સામેલ થયા હતા.

Salman Khan, સલમાન ખાન, બર્થ ડે

સલમાન ખાન (Salman Khan)ની બર્થ ડે પાર્ટીના જલસામાં બોલીવુડ સેલેબ્સ હાજર

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)નો આજે બર્થ ડે છે. આજે 27 ડિસેમ્બર, 2025 (27 December, 2025)ના રોજ આ અભિનેતા 60 વર્ષના થઇ ચૂક્યા છે. એમણે પોતાનો જન્મદિવસ (Birthday) એક અલગ અંદાજથી મનાવ્યો હતો. આ પ્રસંગે પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પર પોતાના પરિવાર, અંગત મિત્રો અને કેટલાક ખાસ સેલિબ્રિટી સાથે એમણે આ પાર્ટી (Party) દ્વારા જલસાનું આયોજન કર્યુ હતુ. સલમાને દર વર્ષની જેમ પોતાના ફાર્મ હાઉસની બહાર જમા થયેલા પાપારાઝી અને મીડિયાના મિત્રો (Media) સાથે કેક કટિંગ કરીને દિવસની શરુઆત કરી હતી.

Salman Khan, સલમાન ખાન, બર્થ ડે

પિતા સલીમ ખાન સહિત પરિવાર  સાથે મનાવ્યો જન્મ દિવસ

આ પાર્ટીમાં એમના પિતા અને રાઇટર સલીમ ખાન, માતા સલમા ખાન, બહેન અર્પિતા, બનેવી આયુષ શર્મા સહિત સમગ્ર ખાન પરિવાર સામેલ થયું હતુ. આ ઉપરાંત, મશહૂર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પોતાની પત્ની અને બાળકો સાથે આ જલસામાં સામેલ થયા હતા. બોલીવુડ હસ્તીઓમાં અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt), રણદીપ હુડ્ડા તથા તેમની પત્ની લિન લેશરામ, મનીષ પૉલ, હુમા કુરેશી, જેનિલિયા ડિસોઝા સહિત અનેક ફિલ્મી સ્ટાર્સ બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યા હતા. આટલું જ નહિં પરંતુ એક સમયે સલમાન ખાન (Salman Khan)ની ગર્લફ્રેન્ડ અને પ્રેમિકા રહી ચૂકેલી સંગીતા બિજલાની (Sangeeta Bijlani)ની હાજરીએ પણ આ પાર્ટીમાં બધાનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું!

Salman Khan, સલમાન ખાન, બર્થ ડે

પ્રતિભાવાન અભિનેત્રી તબ્બુ, મહેશ માંજરેકર, અશ્મિત પટેલ, ઝહીર ઇકબાલ, વરુણ શર્મા તથા ફિલ્મ મેકર સંજય લીલા ભણશાળી (Sanjay Leela Bhansali) પણ સલમાનની પાર્ટીનો હિસ્સો બન્યા હતા.

Salman Khan, સલમાન ખાન, બર્થ ડે

ફોટોગ્રાફર્સને પોઝ આપી ખુશ કર્યા

સલમાન (Salman Khan)ના બર્થ ડેના વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ (Viral) થઇ રહ્યા છે. એક ક્લિપમાં તો સલમાન ખાનને કેક (Cake) કાપતા જોઇ શકાય છે, આ દરમિયાન એમની ચારે બાજુ ફોટોગ્રાફર્સ અને લોકો જમા છે તથા હેપ્પી બર્થ ડે ગાઇ રહ્યાં છે. કેક કાપ્યા પછી સલમાન (Salman Khan) ફોટોગ્રાફર્સને કેક પણ ઑફર કરી રહ્યાં છે અને ઉત્સાહથી એમને ફોટાના અલગ-અલગ પોઝ પણ આપ્યા હતા.

Salman Khan, સલમાન ખાન, બર્થ ડે

એક વીડિયોમાં સલમાન ફાર્મ હાઉસની બહાર હાજર એક લેડી મીડિયાકર્મીની નજીક જઇને એની સાથે ગર્મજોશીથી સાઇડથી ગળે લગાવી, માથા પર કિસ પણ કરતા નજરે ચઢે છે. આ સમયે આ 60 વર્ષીય ‘યુવા’ બેચલર એક્ટર તદ્દન ઝીંદાદિલ અને ખુશ જણાતા હતા અને પાપારાઝી સાથે વાતચીત કરતી વખતે પણ હસતા અને સ્માઇલ કરતા દેખાતા હતા!

Salman Khan, સલમાન ખાન, બર્થ ડે

‘બિગ બોસ 19’ ને હોસ્ટ કરતા ‘યુવા બેચલર’

સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો એમણે મોટા પડદે છેલ્લે ફિલ્મ ‘સિકંદર’ (Film Sikandar)માં કામ કર્યું હતુ. પરંતુ, આ મૂવી અપેક્ષા મુજબની દર્શકોની પ્રતિક્રિયા હાંસલ કરવામાં નિષ્ફળ નીવડી હતી. ત્યાર બાદ, એમણે આર્યન ખાન નિર્દેશિત વેબ સીરીઝ ‘The Bads of Bollywood’માં કૅમિયો રોલ અદા કર્યો હતો. આ ઉપરાંત, રિયાલિટી શો ‘બિગ બોસ 19’ (Big Boss 19)ને હોસ્ટ કરતા પણ આ અભિનેતા જોવા મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પવન સિંહને ધમકીની પરવા નથી…સલમાન ખાનને ‘ભાઈ’ કહ્યો…’બિગ બોસ 19′ માં જમાવ્યો રંગ…!!

આ પણ વાંચો: સલમાન ખાનની સતત ફ્લોપ ફિલ્મો પર સૂરજ બડજાત્યાએ કહ્યું દરેક વ્યક્તિ ભૂલો કરે છે

આ પણ વાંચો: ‘સલમાન ખાને મને બોલાવી છે’, ફરી એકવાર દબંગ સ્ટારના ઘરે ચોરી, સવારે 3 વાગ્યે આવી છોકરી પછી…