Dharm & Bhakti: 30 ડિસેમ્બર, 2025 (30 December, 2025)ના રોજ બપોરે 12 વાગીને 43 મિનિટે શનિ-બુધ 90 ડિગ્રીના અંતરે વિદ્યમાન રહેશે અને કેન્દ્ર દ્રષ્ટિ યોગ (Shani-Budh Kendra Drishti Yoga) બનાવશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ યોગ 4 રાશિઓનું ભાગ્ય ચમકાવશે! આના કારણે, આ રાશિઓની આર્થિક સ્થિતિ ઘણી બહેતર બનશે.
30 ડિસેમ્બર (30 December, 2025) થી આ 4 રાશિઓ પર શનિ-બુધ મહેરબાન
30 ડિસેમ્બર 2025 (30 December)ના રોજ શનિ-બુધ (Saturn-Mercury) મળીને કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ કરવા જઇ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ યોગ અત્યંત શુભ ગણાય છે જે ધન યોગ (Dhan yoga)ને સક્રિય બનાવે છે. આ યોગ આમ તો તમામ 12 રાશિઓ (Rashi)ને પ્રભાવિત કરશે પરંતુ 4 એવી રાશિઓ છે જેમને આનો સૌથી વધુ લાભ પ્રાપ્ત થશે! આ રાશિઓના લોકોને આર્થિક મોરચે સફળતા પ્રાપ્ત થશે. કેરિયરમાં અઢળક પ્રગતિના યોગ પણ બનશે. તો ચાલો જાણીશું કે આ રાશિઓ કઇ-કઇ છે?

કન્યા રાશિ
આ રાશિ (Kanya Rashi)ના જાતકો માટે પણ કેન્દ્ર દ્રષ્ટિ યોગ અત્યંત શુભ સિદ્ધ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે પણ કામમાં સંલગ્ન થશે એમાં અચૂક સફળતા મળશે. તમે નવા કાર્યની શરુઆત પણ કરી શકો છો. આવકમાં વૃદ્ધિ થશે અને નાણાકીય બચત કરવામાં પણ તમે સફળ રહેશો. નવ વર્ષનો પ્રારંભ તમારા માટે શાનદાર થવા જઇ રહ્યો છે!

મકર રાશિ
આ રાશિ (Makar Rashi)ના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. રોકાણના ઉત્તમ લાભ પ્રાપ્ત થશે. પૈસા કમાવાના અવસરો મળી શકે એવી સંભાવના છે. પ્રમોશન થવાની પણ પ્રબળ સંભાવના રચાવા જઇ રહી છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમને વિદેશમાં નોકરી પ્રાપ્ત થાય એવા યોગ પણ બનશે.

મીન રાશિ
આ રાશિ (Meen Rashi)ના જાતકો માટે આ યોગ અત્યંત લાભદાયક સિદ્ધ થશે. કાર્યક્ષેત્રમાં સ્થિરતા આવશે અને અટકેલા નાણા પરત મળશે. નવા સંપર્કો પણ બનશે જેથી તમને ભવિષ્યમાં લાભ થઇ શકે છે. કોઇ મોટો સોદો પણ તમને અચાનક પ્રાપ્ત થઇ શકે છે.

મિથુન રાશિ
કેન્દ્ર દ્રષ્ટિ યોગ આ રાશિ (Mithun Rashi)ના જાતકો માટે શુભ સાબિત થશે. કેરિયરમાં સફળતા મળશે તથા લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. કાર્યસ્થળે તમારી એક આગવી ઓળખ બને એવી સંભાવના છે. તમે નવું કામ શરુ કરી શકો છો અને વર્ષના અંતે આર્થિક સ્થિતિ સુધરશે. અગાઉ કરેલા પ્રયાસો સફળ થાય એવી પ્રબળ સંભાવના છે. વળી, પૈસાની બચત કરવામાં પણ તમે કામયાબ રહેશો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!
