Gandhinagar News/ ગુજરાતને મળશે નવા DGP, આવતીકાલે વિકાસ સહાયની નિવૃત્તિ; પોલીસ ભવનમાં વિદાય સમારંભ

farewell ceremony માં તમામ પોલીસ કર્મચારીઓને યુનિફોર્મમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

Gujarat Gandhinagar
farewell ceremony

Gandhinagar News : ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) મળવાના છે. હાલના DGP વિકાસ સહાય આવતીકાલે સત્તાવાર રીતે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને આપવામાં આવેલ છ મહિનાના એક્સ્ટેન્શનનો છેલ્લો દિવસ આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે. આ નિમિત્તે પોલીસ ભવનમાં DGP વિકાસ સહાય ના વિદાય સમારંભ  (farewell ceremony) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

વિદાય સમારંભ  (farewell ceremony) માં તમામ પોલીસ કર્મચારીઓને યુનિફોર્મમાં હાજર રહેવાની સૂચના

મહત્વનું છે કે વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મૂળરૂપે 30 જૂને નિવૃત્ત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી છ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો વિદાય સમારંભ  (farewell ceremony) રાખવામાં આવ્યો છે, વિદાય સમારંભ  (farewell ceremony) માં તમામ પોલીસ કર્મચારીઓને યુનિફોર્મમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

વિદાય સમારંભ  (farewell ceremony) માં તમામ પોલીસ કર્મચારીઓને યુનિફોર્મમાં હાજર રહેવાની સૂચના

વિકાસ સહાયને ફરી એક વખત એક્સ્ટેન્શન આપવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ વિદાય સમારંભ  (farewell ceremony) ની સત્તાવાર જાહેરાત સાથે આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. હવે રાજ્યના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટે નવા DGP કોણ બનશે તેને લઈને અટકળો તેજ બની છે.

સિનિયોરિટી આધારે અનેક વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓના નામ ચર્ચામાં છે. સૂત્રો મુજબ આઈપીએસ અધિકારી ડૉ. કે.એલ.એન. રાવ DGPની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. તે ઉપરાંત અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક તથા ડૉ. નિરજા ગોટરૂના નામની પણ ચર્ચા થઈ રહી છે.

નવા DGP અથવા ઇન્ચાર્જ DGPના નામની સત્તાવાર જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ

આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: વિકાસ સહાયનો કાર્યકાળ પૂરો, રાવ Vs મલિક,કોણ બનશે નવા DGP?

આ પણ વાંચો: રાજ્યમાં આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ અનુસંધાને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયની મહત્વપૂર્ણ બેઠક