Ahmedabad News/ અમદાવાદ કોર્પોરેશન ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું: કોંગ્રેસના મનીષ દોશીના ગંભીર આક્ષેપ

કોંગ્રેસે માંગ કરી છે કે ભ્રષ્ટાચાર (corruption) ના આ કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ

Gujarat Ahmedabad
corruption

Ahmedabad News : અમદાવાદ મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર (corruption) નું શિરમોર તંત્ર બની ગઈ હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસ મીડિયા કન્વીનર મનીષ દોશીએ કર્યા છે. તેમણે જણાવ્યું કે શહેરમાં વિકાસ કાર્યો માટે મંજૂર થયેલો બે કરોડ રૂપિયાનો ખર્ચ વધારીને 20 કરોડ સુધી પહોંચાડવામાં આવ્યો છે, જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર (corruption)દર્શાવે છે.

દોશીએ કહ્યું કે નળ, ગટર અને રસ્તા જેવી નાગરિકોની પ્રાથમિક સમસ્યાઓ આજે પણ યથાવત છે. બેઘર બનેલા લોકોને આવાસ કેમ આપવામાં આવ્યા નથી તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો. તેમણે ઉમેર્યું કે આરોગ્ય સેવાઓ અને સરકારી શાળાઓમાં ફંડનો યોગ્ય ઉપયોગ થઈ શકતો હતો, પરંતુ નાગરિકોના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર (corruption)માટે વપરાઈ રહ્યા છે.

કોંગ્રેસે માંગ કરી છે કે ભ્રષ્ટાચાર (corruption) ના આ કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જાંબુઘોડામાં MNREGA ભ્રષ્ટાચારનો વિસ્ફોટ, 42 હજારની વસ્તીમાં 300 કરોડનો ખર્ચ

આ પણ વાંચો: કલેકટર સામે વધુ એક ફરિયાદ, સુરેન્દ્રનગરમાં સોલાર પ્લાન્ટને લઈ ભ્રષ્ટાચારનો આરોપ

આ પણ વાંચો: વિકાસના નામે વિનાશ! ઉદ્ઘાટન પહેલા જ તૂટી પડ્યો ધોરાજીનો રોડ, કરોડોનું કામ ભ્રષ્ટાચારના કાદવમાં