Gujarat Weather:ગુજરાતમાં તાપમાન શૂન્યથી નીચે જતા કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્હી સહિત ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીની અસર દેખાવા લાગી છે. હાલમાં ગુજરાતમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે.ત્યારે રાજકોટમાં તાપમાનનો પારો 9.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયો હતો, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન મધ્યમ રહ્યું હતું. અમદાવાદમાં 14.1 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 11.1 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ, કેશોદમાં 10.3 ડિગ્રી સેલ્સિયસ, મહુવા 13.5 ડિગ્રી સેલ્સિયસ અને સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં શીતલહેર (Cold Wave)
અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની સંભાવના છે, જેના કારણે સવાર અને મોડી રાત્રે કડકડતી ઠંડી (Cold Wave) પડશે. ભેજ અને પવનની ગતિમાં ફેરફારથી રાજ્યભરમાં ઠંડી પાછી આવશે. લોકોને ઠંડી (Cold Wave) સામે જરૂરી સાવચેતી રાખવા અને ગરમ કપડાં તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે.

આગાહી મુજબ, હાલમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની અપેક્ષા નથી. જોકે, 4 જાન્યુઆરી પછી હવામાનમાં કેટલાક ફેરફાર શક્ય છે. આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે, જેનાથી તીવ્ર ઠંડી (Cold Wave) માંથી થોડી રાહત મળશે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન નીચું રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન
આ પણ વાંચો:ગુજરાતની ઠંડીમાં થશે વધારો ! ,જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
આ પણ વાંચો:રાજ્યના તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો નોંધાયો, ઠંડીનું પ્રમાણ થયું ઓછું
