Surat News: સુરતમાં માનવતા મરી ગઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ગોડાદરા પટેલ નગરના 33 વર્ષીય બ્રિજભૂષણ શુક્લાનું મોત થયું છે. બ્રિજભૂષણ શુક્લાનું કામ કરતા વખતે અકસ્માતે મોત નીપજ્યું છે. આંજણા ફાર્મ ખાતે લિફ્ટનું પાટીયુ માથા પર પડતા ઇજા થઈ હતી. ખાનગી બાદ નવી સિવિલમાં બે મહિના સારવાર કરવામાં આવી હતી. આમ છતાં તેમનો જીવ બચી શક્યો ન હતો.
નવી સિવિલમાંથી તેમના કુટુંબને બ્રિજભૂષણને ખરાબ તબિયતે ઘરે લઈ જવા દબાણ કરવામાં આવ્યુ હતુ. સારવાર ખર્ચમાંથી ખાતાના માલિકો ફરી જતાં કુટુંબ નિસહાય થઈ ગયું હતું. તેની ફરિયાદ કરવા ગયેલા મૃતકના કુટુંબ સાથે પણ ગેરવર્તનની ગંભીર ફરિયાદ ઉઠી છે. સલાબતપુરા પોલીસ સામે પણ ગેરવર્તનની ગંભીર ફરિયાદ ઉઠી છે. ખાતાના માલિકો, સિવિલ તંત્ર અને પોલીસની આખા કિસ્સામાં શંકાસ્પદ ભૂમિકા છે. જ્યારે મૃતકનો પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે.
આ પણ વાંચો: Suratમાં MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો પર્દાફાશ, લંડન કનેકશન નીકળ્યું
આ પણ વાંચો: Suratમાં વુમન પ્રીમિયર લીગના આયોજનને લીલીઝંડી
આ પણ વાંચો: Suratને વધુ એક Flyover મળશે, ટ્રાફિક જામથી મળશે રાહત
