Relationship News : દરેક સંબંધ પ્રેમ અને વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે. જ્યારે તમે કોઈની સાથે હોવ છો, ત્યારે તમે ભવિષ્યના સપના જોતા હોવ છો અને અપેક્ષા રાખો છો કે સામેવાળી વ્યક્તિ (Partner) પણ એટલી જ ગંભીર (Serious) હોય. પરંતુ કડવું સત્ય એ છે કે દરેક પ્રેમ કહાનીનો અંત સારો નથી હોતો.
ઘણીવાર આપણને ખબર જ નથી હોતી અને આપણો પાર્ટનર (Partner) આપણી લાગણીઓ સાથે રમી રહ્યો હોય છે. જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. જો તમને તમારા સંબંધમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે, તો આજે જ સાવધાન થઈ જાઓ. અહીં અમે તમને એવા 5 સંકેતો (Red Flags) વિશે જણાવીશું, જે દર્શાવે છે કે તમારો પાર્ટનર તમારી સાથે વફાદાર નથી અથવા માત્ર ટાઈમપાસ કરી રહ્યો છે.

વાતવાતમાં કારણ વગરનો ગુસ્સો (Unnecessary Anger)
સંબંધમાં ઝઘડા થવા સામાન્ય છે, પણ તેનું કોઈ કારણ હોવું જોઈએ.
લક્ષણ: જો તમારો પાર્ટનર (Partner) નાની-નાની વાતમાં તમારા પર ચીડાઈ જાય, તમારી સાથે વાત કરવાનું ટાળે અથવા કારણ વગર ગુસ્સો કરે, તો સાવધાન રહેવાની જરૂર છે.
મતલબ: જ્યારે કોઈ વ્યક્તિ સંબંધથી કંટાળી જાય છે અથવા તેનું ધ્યાન બીજે ક્યાંક હોય છે, ત્યારે તેને સામેવાળી વ્યક્તિની દરેક વાતમાં ખામી દેખાવા લાગે છે. તેઓ ઈચ્છે છે કે તમે કંટાળીને સંબંધ તોડી નાખો, જેથી તેઓ ‘ખરાબ’ ન દેખાય.
પાર્ટનર (Partner) સાથે ભવિષ્યની વાતો ટાળવી
જે પ્રેમ સાચો હોય, તેમાં ભવિષ્યનું પ્લાનિંગ ચોક્કસ હોય છે.
લક્ષણ: જ્યારે પણ તમે લગ્ન, પરિવાર કે ભવિષ્યની વાત કરો ત્યારે તમારો પાર્ટનર (Partner) વાત બદલી નાખે અથવા કહે કે “હાલ તો મજા કરીએ, ભવિષ્યનું પછી જોઈશું”, તો તે ગંભીર બાબત છે.
મતલબ: જે વ્યક્તિ તમારી સાથે લાંબા ગાળા માટે નથી રહેવા માંગતી, તે ક્યારેય તમને પોતાના ભવિષ્યના પ્લાનમાં સામેલ નહીં કરે. જો મહિનાઓ કે વર્ષો પછી પણ તે કમિટમેન્ટ આપવા તૈયાર ન હોય, તો તે માત્ર તમારો સમય બગાડી રહ્યો છે.
ફોન અને પ્રાઈવસીમાં અચાનક વધારો (Secretive Behavior)
ફોન એ આજના સમયનું બ્લેકબોક્સ છે.
લક્ષણ: જો તમારો પાર્ટનર (Partner) અચાનક ફોન છુપાવવા લાગે, પાસવર્ડ બદલી નાખે, ફોન હંમેશા ઊંધો રાખે અથવા કોલ આવે ત્યારે તમારી સામે વાત કરવાને બદલે દૂર જઈને વાત કરે, તો કંઈક રંધાઈ રહ્યું છે.
મતલબ: દરેકને પ્રાઈવસીનો હક છે, પણ સિક્રેટ્સ (રહસ્યો) રાખવા એ દગો હોઈ શકે છે. જો તે ફોન અડતાં જ ડરી જાય કે ગુસ્સે થાય, તો સમજી લેવું કે દાળમાં કંઈક કાળું છે.
હંમેશા ‘બીઝી’ હોવાનું બહાનું (Always Busy)
કોઈ પણ વ્યક્તિ એટલી વ્યસ્ત નથી હોતી કે તે જેને પ્રેમ કરે છે તેના માટે 2 મિનિટ ન કાઢી શકે.
લક્ષણ: તમારા મેસેજનો રિપ્લાય કલાકો પછી આવે, ફોન ઉપાડે નહીં અને મળવા માટે હંમેશા બહાના બનાવે. જ્યારે તમે મળવાનું કહો ત્યારે “હું કામમાં છું” તેવો જવાબ મળે, પણ સોશિયલ મીડિયા પર તે ઓનલાઈન હોય.
મતલબ: આને કહેવાય છે – ‘તમે તેમની પ્રાયોરિટી (Priority) નથી.’ જો વ્યક્તિને રસ હોય તો તે સમય કાઢે જ છે. જો તે માત્ર પોતાની ફુરસદે તમને યાદ કરે છે, તો તમે માત્ર એક ઓપ્શન છો.
તમને મિત્રો કે પરિવાર સામે ના દેખાવ
લક્ષણ: જો તમે લાંબા સમયથી રિલેશનમાં છો, છતાં તમારો પાર્ટનર (Partner) તમને તેના મિત્રો, પરિવાર કે સોશિયલ સર્કલથી દૂર રાખે છે, તો તે શંકાસ્પદ છે. તે સોશિયલ મીડિયા પર તમારા ફોટા મૂકવાનું પણ ટાળે છે.
મતલબ: તે આ સંબંધને દુનિયાથી છુપાવીને રાખવા માંગે છે કારણ કે તે તમને કાયમી પાર્ટનર (Partner) માનતો નથી. તે નથી ઈચ્છતો કે લોકો જાણે કે તે કમિટમેન્ટમાં છે.
જો તમારા પાર્ટનર (Partner) માં આમાંથી મોટાભાગના લક્ષણો દેખાય, તો ગભરાવાને બદલે હિંમત રાખો. પ્રેમમાં આંધળા થઈને તમારું સ્વમાન (Self Respect) ગુમાવશો નહીં. ખુલીને વાત કરો અને જો સંતોષકારક જવાબ ન મળે, તો આવા ‘ટાઈમપાસ’ સંબંધમાંથી બહાર નીકળી જવું જ બહેતર છે.
આ પણ વાંચો: બેડરૂમમાં પુરુષોની આ 6 ભૂલો બગાડી નાખે છે સ્ત્રીઓનો મૂડ! જો તમે પણ આવું કરતા હોવ તો આજે જ ચેતી જજો
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: પ્રેગ્નન્સી માટે સેક્સ બાદ અડધો કલાક સૂઈ રહેવું જરૂરી? જાણો સાચી વાત




