Ahmedabad News : સાણંદના રેથલ ગાની સીમમાંઈન્ડસ મોબાઈલ ટાવર સાઈડ આઈડીના કેબીનમાંથી 24 બેટરી (Batteries) ની ચોરી કરી જનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે.આ બનાવની વિગત મુજબ સાણંદના રેથલ ગામની સીમમાં આવેલી ઈન્ડસ મોબાઈલ ટાવર સાઈડ આઈડીના કેબીનમાંથી 24 બેટરી (Batteries) ની ચોરી થઈ હતી. જેની કિંમત રૂ.1,20,000 હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ચોરીની બેટરી (Batteries) નો મુદ્દામાલ લઈને જતો હોવાની માહિતી મળી હતી
બીજીતરફ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ચોરીની બેટરી (Batteries) નો મુદ્દામાલ લઈને એક શખ્સ પીકઅપ ડાલુ માં માણકોલથી મખિયાવ ત્રણ રસ્તા તરફ જવાનો છે, એવી માહિતી પોલીસને મળી હતી.
જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને બાવળામાં નાનોદરા(વાસણા) ખાતે રહેતા વિજય રતીલાલ ચૌહાણને ઝડપી લીધો હતો.તેની પાસેથી પોલીસે રૂ.1,20,000ની કિંમતની મોબાઈલની 24 નંગ બેટરી, તથા રૂ.2,00,000 ની કિંમતના પીકઅપ ડાલુ વાહન મળીને કુલ રૂ. 3,20,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
