Bhavnagar News/ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) સેક્શનમાં ટ્રેન સેવાઓના સમયમાં મોટો ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળના મીટર ગેજ સેક્શનમાં ટ્રેનો (Train)ના સમયમાં ફેરફાર. જુનાગઢ–વેરાવળ–દેલવાડા રૂટ પર અસર, 19 જાન્યુઆરી 2026થી અમલ.

Top Stories Gujarat Breaking News
Train

Bhavnagar News:પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધુ સારી કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને ભાવનગર મંડળના મીટર ગેજ સેક્શનમાં કેટલીક મહત્વની ટ્રેન (Train) સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ ફેરફાર તા. 19 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે.ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, આ ફેરફાર મુસાફરોની મુસાફરીને વધુ સરળ અને સમયસર બનાવવા માટે કરવામાં આવ્યો છે. ખાસ કરીને જુનાગઢ, વેરાવળ અને દેલવાડા વચ્ચેના માર્ગ પર ચાલતી પેસેન્જર ટ્રેનોમાં આ ફેરફાર અસર કરશે.

ટ્રેન (Train) નંબર 52951/52952 (જુનાગઢ–દેલવાડા–જુનાગઢ) રદ કરવામાં આવી છે.

આ રદ્દીકરણને કારણે જેતલસરથી દેલવાડા જતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તલાલા સ્ટેશન પર અધિકૃત કનેક્શનની વ્યવસ્થા કરાઈ છે.

આ કનેક્શનમાં ટ્રેન (Train) નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ) અને ટ્રેન નંબર 52946/52933 (જુનાગઢ–વેરાવળ–જુનાગઢ)નું જોડાણ આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને અસુવિધા ન થાય.

ટ્રેન નંબર 52949 (વેરાવળ–દેલવાડા) વેરાવળથી પ્રસ્થાન: 08:50 વાગ્યે

દેલવાડા આગમન: 12:30 વાગ્યે

ટ્રેન નંબર 52946 (જુનાગઢ–વેરાવળ) જુનાગઢથી પ્રસ્થાન: 06:15 વાગ્યે

વેરાવળ આગમન: 10:40 વાગ્યે

ટ્રેન નંબર 52955 (વેરાવળ–જુનાગઢ) વેરાવળથી પ્રસ્થાન: 06:15 વાગ્યે

જુનાગઢ આગમન: 10:20 વાગ્યે

ટ્રેન નંબર 52933 (વેરાવળ–જુનાગઢ) વેરાવળથી પ્રસ્થાન: 14:45 વાગ્યે

જુનાગઢ આગમન: 18:55 વાગ્યે

ટ્રેન નંબર 52956 (જુનાગઢ–વેરાવળ) – (20 જાન્યુઆરી 2026થી અમલમાં) જુનાગઢથી પ્રસ્થાન: 08:00 વાગ્યે

વેરાવળ આગમન: 12:10 વાગ્યે

ટ્રેન (Train) નંબર 52950 (દેલવાડા–વેરાવળ) દેલવાડાથી પ્રસ્થાન: 13:00 વાગ્યે

વેરાવળ આગમન: 16:35 વાગ્યે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન

આ પણ વાંચો:પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન  માટે રૂ. 1,12,50,000/- નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણની મંજૂરી