Bhavnagar News : ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સરાડીયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45 કિમી) માટે રૂ. 1,12,50,000 નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ (FLS) કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સરાડીયા – વાંસજાળીયા નવી લાઇનનો આ નવો પ્રોજેક્ટ નીચેના લાભો પ્રદાન કરશે:
ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના દૂરના વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
સોમનાથ – દ્વારકા – ઓખા – પોરબંદરને જોડતો વધારાનો અને ટૂંકો માર્ગ.
ગિરનાર, સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે વધારાનો માર્ગ.
ભારતીય રેલવેના સિદ્ધાંતો અનુસાર સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે.
આ પણ વાંચો:ભરૂચની આગવી ઓળખ સમાન સુજની કારીગરોની જિલ્લા કલેક્ટરે શુભેચ્છા મુલાકાત લીધી
આ પણ વાંચો:ભરૂચ જિલ્લા કલેક્ટરે પુત્ર ના જન્મ દિવસની ઉજવણી અસ્મિતા ના બાળકો સાથે કરી
આ પણ વાંચો:ભરૂચમાં SOG મેગા ઓપરેશન,44 બાંગ્લાદેશી ઘુસણખોરો પકડાયા
