Lifestyle/ આ રીતે બનાવો અને પીઓ ચા…ડૉક્ટર પાસેથી જાણીએ હૅલ્થ માટે ચા-કોફી પીવાના ફાયદા અને નુકસાન…

Tea (ચા) અને કોફીને સૌએ મળવા, ટાઇમ પાસ કરવા અને ગપ્પાં મારવા માટે પણ આ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે અપનાવી લીધી છે. મહેમાનોનું સ્વાગત પણ ચા-કોફીથી જ…

Trending Food Health & Fitness Lifestyle
Tea, ચા, કોફી ,ફાયદા ,નુકસાન

Lifestyle: ભારતમાં ચા (Tea) ભલે ને અંગ્રેજો લઇને આવ્યા પણ એને લગભગ તમામ ભારતીયોએ અપનાવી લીધી છે અને હવે તો એ દેશના મોટા ભાગના લોકોના દિલની ધડકન બની ચૂકી છે! આપણા સ્વાસ્થ્ય (Health) માટે ચા-કોફી (Tea-Coffee) કેટલા ફાયદાકારક કે કેટલા નુકસાનકારક છે એ વિશે નિષ્ણાત તબીબ પાસેથી જાણીશું.

દેશના કોઇ પણ ખૂણે તમે ચાની ટપરી મળી જ જશે અને કોઇ પણ ગલી એવી નહિં હોય જ્યાં ચાના રસિયાઓ ટોળે વળીને ચા ન પીતા હોય! મળવા, ટાઇમ પાસ કરવા અને ગપ્પાં મારવા માટે પણ આ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ચા અને કોફીને સૌએ અપનાવી લીધી છે. મહેમાનો (Guests)નું સ્વાગત પણ એનાથી જ કરવામાં આવે છે. પરંતુ ચા પીતી વખતે દરેકના મનમાં એવો ડર તો રહેતો જ હશે કે ચા પીને આપણે સ્વાસ્થ્ય (Health) સાથે ચેડાં તો નથી કરી રહ્યાં ને?

Tea, ચા, કોફી ,ફાયદા ,નુકસાન

ચા (Tea) બનાવવાની સાચી રીત

દેશના જાણીતા કેન્સર સર્જનના જણાવ્યા અનુસાર, ચા (Tea) શી રીતે બનાવવી જોઇએ અને એ પીવાના શા ફાયદા છે અને શા નુકસાન છે? જો ચા અને કોફી પીવી જ હોય તો લિમિટમાં પીવો. ચામાં દૂધ (Milk) ઓછું નાખવું, ખાંડ (Sugar) ઓછી રાખવી અને ચાને ઘણી વધારે સ્ટ્રોન્ગ (Strong tea) ન બનાવવી. આ ઉપરાંત, એ પણ ધ્યાન રાખવું કે ખાલી પેટે ચા કદી ન પીવી અને વધારે પડતી ગરમ ન પીવી! જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો એક વાતનું અવશ્ય ધ્યાન રાખવું કે એની એલર્ટનેસ (Alertness)ની અસર 5 થી 6 કલાક સુધી રહેશે આથી જ ચા કે કોફી સાંજ કે એ પછી બિલકુલ પણ ન પીવા જોઇએ.

Tea, ચા, કોફી ,ફાયદા ,નુકસાન

ચા પીવાના ફાયદા

ડૉક્ટરના જણાવ્યાનુસાર, ચા (Tea) અને કોફી બંનેમાં મુખ્યત્વે કેફિન (Caffeine) હોય છે અને આ આપણને તરત એક્ટિવ બનાવી દે છે અને એનર્જી (Energy)ને હાઈ કરી દે છે. ચા-કોફીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. ચામાં થિયા ફ્લેવિન (Thea Flavin)નામનું એન્ટિઓક્સિડન્ટ હોય છે અને કોફીમાં ક્લોરોજેનિક એસિડ (Chlorogenic Acid) હોય છે. આ ઘટકો આપણને કેન્સર (Cancer) સામે લડવામાં તથા હૃદયની બિમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે. હવે તમને એવો વિચાર આવશે કે તો ચા અને કોફીનો સંગ કરવો ઉચિત છે?

Tea, ચા, કોફી ,ફાયદા ,નુકસાન

ચા-કોફી પીવાના નુકસાન

ડૉક્ટર (Doctor) આની સામે ચેતવણી (Warning) આપતા જણાવે છે કે, જો તમને ઊંઘ ન આવવાની સમસ્યા (Insomnia) હોય તો પછી ચા તમારી તકલીફો વધારી શકે છે. કેફીન લેવાથી એંગ્ઝાઇટી (Anxiety) થઇ શકે છે. એસિડીટી (Acidity) અને બળતરા પણ થઇ શકે છે. અત્યંત ગરમ પાણી કે ચા કોફી પીવાથી મોં અને ગળાની નળીઓ ખરાબ થઇ શકે છે જેથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. પરંતુ, સૌથી મોટી સમસ્યા એ છે કે, લોકો બહાર ફેન્સી રેસ્ટોરન્ટ (Restaurant) વાળી ચા કે કોફી પીવાનું પસંદ કરતા હોય છે જેમાં ક્રીમ તથા ખાંડ (Cream and Sugar) અત્યાધિક પ્રમાણમાં હોય છે અને કેફીનની માત્રા ઓછી હોય છે.

આથી જો તમને ગ્રીન ટી (Green Tea)નો સ્વાદ પસંદ હોય તો ગ્રીન ટી પીવી જોઇએ. ગ્રીન ટીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે અને કેફિન ઓછું હોય છે. એમાં દૂધ કે ખાંડ નથી લેવાતી. આ જ કારણે, એ વધારે ફાયદાકારક હોય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહિલાઓ ખાસ વાંચો : શું વાળ ખરે છે અને ચહેરો ફિક્કો પડી ગયો છે? જાણો લોહી વધારવાની રીત

આ પણ વાંચો: પ્લેટલેટ્સ ઓછા થવાનું કારણ ફક્ત ડેન્ગ્યુ નથી: લક્ષણો, કારણો અને સારવાર જાણો

આ પણ વાંચો: શરીરનો આ ‘કચરો’ કિડની ફેલ થવાનો સંકેત છે! જો બ્લડ રિપોર્ટમાં આ લેવલ વધારે આવે તો ચેતી જજો