MANTAVYA Vishesh/ ખોડલધામના વડા તરીકે અનાર પટેલ, કોને મોકલાયો રાજકીય સંદેશ !

ખોડલધામના વડા તરીકે અનાર પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકના પગલે જાણે ગુજરાતમાં રાજકીય ચહલપહલ વધી ગઈ છે. આ નિમણૂકને રાજકીય નિષ્ણાતો એક મોટા સંદેશા તરીકે તો બીજા લોકો તેને મહિલા સશક્તિકરણ તરીકે જુએ છે. કેટલાક તો એમ જ માને છે કે જાણે આનંદીબેન પટેલ નવા જ સ્વરૂપમાં પરત આવ્યા છે.

Mantavya Vishesh
અનાર પટેલ

ખોડલધામના વડા તરીકે અનાર પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકના પગલે જાણે ગુજરાતમાં રાજકીય ચહલપહલ વધી ગઈ છે. આ નિમણૂકને રાજકીય નિષ્ણાતો એક મોટા સંદેશા તરીકે તો બીજા લોકો તેને મહિલા સશક્તિકરણ તરીકે જુએ છે. કેટલાક તો એમ જ માને છે કે જાણે આનંદીબેન પટેલ નવા જ સ્વરૂપમાં પરત આવ્યા છે.

અનાર પટેલના આગમન સાથે ભાજપમાં આનંદીબેનના સમર્થકો ખુશ

અનાર પટેલની ખોડલધામમાં નિમણૂક થતા ભાજપની અંદર જ હાંસિયે ધકેલાઈ ગયેલા આનંદીબેન પટેલના સમર્થકો રાજીના રેડ છે અને તેમના જીવમાં જીવ આવ્યો છે. તેઓને લાગી રહ્યુ છે કે આગામી દિવસોમાં અનાર પટેલની સક્રિયતા તેમના જૂથની કામગીરીને વધુ ચેતનવંતી બનાવી શકે છે. તેના લીધે તેઓ અત્યારથી જ સક્રિય થઈ ગયા છે.

ગુજરાતના રાજકારણમાં થશે નવા જૂની

ખોડલધામ ધાર્મિક સંસ્થા છે, પણ તેના વડાનું રાજકીય મહત્વ ખૂબ જ છે. ખોડલધામ નરેશ કહેવાતા નરેશ પટેલે જ તેમની નિમણૂકની જાહેરાત કરી હતી. આ નિમણૂકને ભાજપમાં જ વર્ચસ્વ ધરાવતા બીજા જૂથ માટે મોટી લપડાક તરીકે જોવામાં આવે છે. આ પગલું બતાવે છે કે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં મોટાપાયા પર નવાજૂની થઈ શકે છે. આમ થાય તો આશ્ચર્ય નહી થાય.

EWSની માંગ સાથે અનાર પટેલનું આગમન યોગાનુયોગ

એકબાજુએ પાટીદાર સમાજની આગેવાની હેઠળ આર્થિક અનામતની માંગ પ્રબળ બની છે તો બીજી બાજુએ અનાર પટેલ ખોડલધામના વડા તરીકે નીમાયા છે. તે આમ પણ હાલમાં સામાજિક કાર્યોમાં અગ્રણી છે જ, તેમણે તો વડા તરીકે નીમાયા પછી એટલું જ જણાવ્યું છે કે તેઓના સામાજિક કાર્યોને તેના કારણે વેગ મળશે. હાલમાં તો તે ગ્રામશ્રી નામના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. આ સિવાય તે ક્રાફ્ટ રૂટ નામનું અભિયાન ધરાવે છે.

પાટીદાર સમાજમાં મહિલા ઉત્કર્ષમાં અનાર પટેલની મહત્વની ભૂમિકા

પાટીદાર સમાજમાં મહિલા ઉત્કર્ષ માટે તેમણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. પાટીદારોની તાકાતને વિભાજીત થતી રોકવામાં તે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ માનવાં આવે છે. ઘણા કહી રહ્યા છે કે રાજયમાં હવે પાટીદાર પાવરમાં મહિલા સશક્તીકરણ ભળ્યું છે. આગામી રાજકારણમાં મહિલાઓ કેન્દ્રમાં હશે તેને ધ્યાનમાં રાખીને આ નિમણૂક ઘણી મહત્વની માનવામાં આવે છે. આજે લોકસભામાં 33 ટકા હિસ્સો મહિલા અનામતનો છે. આના પરથી આગામી બધી જ વિધાનસભા ચૂંટણીઓમાં 33 ટકા મહિલા અનામત હોય તો આશ્ચર્ય નહી થાય.

ખોડલધામનો સૌરાષ્ટ્રમાં ઝીલાય છે પડ્યો બોલ

તેથી અનાર પટેલની નિમણૂકે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉઠાપટક નિશ્ચિત કરી લીધી છે. ખોડલધામ સંસ્થા અને તેના કાર્યો હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તેમા પણ સૌરાષ્ટ્રમાં તો ખોડલધામ સંસ્થાનો પડ્યો બોલ ઝીલાય છે. તેમા પણ અનાર પટેલ જેવા પ્રભુત્વશાળી મહિલાને ગૌરવજનક પદ મળે તો તેનાથી રુડુ શું હોઈ શકે.

અનાર પટેલની ગ્રામીણ વિસ્તારોમાં પક્કડ

આ સિવાય અનાર પટેલની ગ્રામીણ વિસ્તારોમાં નોંધપાત્ર પક્કડ હોવાનું કહેવાય છે. તે ખોડલધામના અધ્યક્ષ બનશે તેના પછી રાજ્યનું રાજકારણ વધુને વધુ મહિલાલક્ષી બની શકે છે તેમ કહેવાય છે. આ ઉપરાંત બીજા કેટલાક લોકો એવું પણ કહે છે કે નરેશ પટેલે તેમના વિરોધીઓના મોઢા બંધ કરવા માટે અને તેમના રાજકીય વર્ચસ્વને પડકારવા માટે અનાર પટેલના સ્વરૂપમાં અનોખો દાવ ખેલ્યો છે. આ નામ જ એવું છે કે તેની નિમણૂક થાય તો તેની સામે વિરોધી પણ અવાજ નહીં ઉઠાવી શકે. હવે જો ઉઠાવવા જાય તો મહિલાના વિરોધી તરીકે બદનામ થઈ જાય.

નરેશ પટેલે આબાદ સોગઠી મારી !

બધા પણ જાણે છે કે ખોડલધામ આગેવાન નરેશ પટેલનો છેલ્લાં કેટલાક સમયથી કોની સામે રાજકીય ગજગ્રાહ ચાલતો હતો. હવે શું અનાર પટેલની ખોડલધામના વડા તરીકે નિમણૂક કરીને નરેશ પટેલે તેમના રાજકીય હરીફની પાંખો કાપી નાખી છે કે તેમના પર રાજકીય સરસાઈ મેળવી લીધી છે તે જોવાનું રહે છે. અનાર પટેલની નિમણૂકના જવાબમાં તેમની સામે તેમના રાજકીય હરીફો કયા પ્રકારનો રાજકીય દાવ ખેલે છે તેની પણ આગામી દિવસોમાં ખબર પડશે.

ખોડલધામમાં નિમણૂક એટલે રાજકીય પ્રવેશના શ્રીગણેશ

આમ છતાં ખોડલધામથી લઈને ગુજરાતના રાજકારણ સુધી હલચલ મચી જશે તે નિશ્ચિત માનવામાં આવે છે. અનાર પટેલ ગમે ત્યારે રાજકારણમાં આવશે તેમ માનવામાં આવતુ હતુ, માતાના પગલે ચાલીને તે ગમે ત્યારે રાજકારણમાં આવશે તેવું તેમના સમર્થકો પણ કહેતા હતા. આગામી દિવસોમાં હવે તે વાત સાચી પડી શકે તેમ માનવામાં આવે છે. ખોડલધામમાં અનાર પટેલની થયેલી નિમણૂકને આગામી દિવસોમાં રાજકારણની એન્ટ્રી તરીકે જોવામાં આવે છે.

રાજકારણનું પ્રથમ પગથિયું સર

ઘણા રાજકીય સમીક્ષકોનો દાવો છે કે ખોડલધામના વડા તરીકેની નિમણૂક થવાની સાથે અનાર પટેલે રાજકારણમાં પ્રવેશનું પ્રથમ પગલું સર કરી લીધું છે. હવે ખાલી કયા સમયે તે ઝંપલાવે તેટલું જ જોવાનું રહે છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા તે રાજકારણમાં ઝંપલાવશે તે નિશ્ચિત મનાય છે. તેની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તે કેવો પડઘો પાડી શકે છે તે પણ જોવા મળશે. શાસક પક્ષના નેતાઓ પણ હવે તેમના નામની માળા જપતા થઈ જાય કે ખોડલધામના આંટા મારતા થઈ જાય તો આશ્ચર્ય નહી થાય. તેમની આગેવાની હેઠળ ખોડલધામ આસ્થાની સાથે સત્તાના કેન્દ્ર તરીકે પણ ઉભરી આવે તેવું માનવામાં આવી રહ્યુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટwhatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટwhatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટwhatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

આ પણ વાંચો: ખેડૂતોને બધા ખરીફ પાકના ટેકાના ભાવ કરતાં 10થી 30 ટકા નીચા ભાવ મળ્યા

આ પણ વાંચો: આર્થિક અનામત : પાલિકા-પંચાયતની ચૂંટણી પહેલા સરકાર પર વિવિધ જ્ઞાતિઓનું દબાણ