MANTAVYA Vishesh/ UPSC પાછળનું અંગ્રેજી કનેક્શન શું છે? 100 વર્ષની કહાની

UPSC 100 Years: અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી સફર આજે દેશના લાખો યુવાનોના સપનાની પરીક્ષા બની ગઈ છે. 1926ના પબ્લિક સર્વિસ કમિશનથી લઈને આજના બંધારણીય UPSC સુધીની રસપ્રદ સફર જાણો.

Mantavya Vishesh
UPSC 100 Years: અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી IAS-IPS પરીક્ષાની કહાની

Mantavya Vishesh: જે પરીક્ષા પાસ (UPSC 100 Years) કરીને આજે દેશના યુવાનો આઈએએસ(IAS), આઈપીએસ(IPS) અને દેશની મોટી સરકારી જવાબદારીઓ સુધી પહોંચે છે… તેની કહાની ક્યાંથી શરૂ થઈ હતી?શું તમને ખબર છે કે આજના યુપીએસસીના મૂળમાં એક અંગ્રેજ અધિકારીની ભલામણ અને બ્રિટિશકાળની એક કમિશનની ભૂમિકા હતી? યુપીએસસીને 100 વર્ષ પૂર્ણ (UPSC Centenary) થયા છે… અને તેની આ સદીની સફર પણ એટલી જ રસપ્રદ છે.

UPSC 100 Years: અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી IAS-IPS પરીક્ષાની કહાની

વાત છે 1 ઓક્ટોબર, 1926ની… આ દિવસે (UPSC History) ભારતમાં પ્રથમ પબ્લિક સર્વિસ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. તેની પાછળનું મહત્વનું કારણ હતું 1924માં લી કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણ. લોર્ડ લીની અધ્યક્ષતામાં બનેલા આ કમિશને ભારતમાં ઉચ્ચ સરકારી સેવાઓમાં ભરતી માટે એક કાયદેસર પબ્લિક સર્વિસ કમિશન બનાવવાની ભલામણ કરી હતી. અને બે વર્ષ બાદ આ ભલામણનો અમલ થયો. સર રોસ બાર્કર આ પ્રથમ પબ્લિક સર્વિસ કમિશનના પ્રથમ ચેરમેન બન્યા. એટલે આજના યુપીએસસીની સંસ્થાકીય સફરની શરૂઆત અહીંથી થઈ હતી.

UPSC 100 Years: અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી IAS-IPS પરીક્ષાની કહાની
UPSC 100 Years: અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી IAS-IPS પરીક્ષાની કહાની

પરંતુ કહાની અહીં પૂરી થતી નથી… સમય બદલાયો અને સંસ્થાનું સ્વરૂપ પણ બદલાતું ગયું. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 બાદ 1 એપ્રિલ, 1937થી પબ્લિક સર્વિસ કમિશનનું (Public Service Commission) રૂપાંતર ફેડરલ પબ્લિક સર્વિસ કમિશનમાં થયું. ત્યારબાદ દેશ આઝાદ થયો, બંધારણ લાગુ થયું અને 26 જાન્યુઆરી, 1950થી આ સંસ્થાને તેનું વર્તમાન નામ મળ્યું…યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે યુપીએસસી. આ સાથે તેને બંધારણીય દરજ્જો પણ મળ્યો.

અને હવે વાત કરીએ એ સમયની, જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા આપવી આજ જેટલી સરળ નહોતી. 1855થી ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે કે આઈસીએસની સ્પર્ધાત્મક પરીક્ષા લંડનમાં યોજાતી હતી. ભારતીયો તેમાં ભાગ લઈ શકતા હતા, પરંતુ તેના માટે બ્રિટન સુધી જવું પડતું હતું. 1863માં સત્યેન્દ્રનાથ ટાગોર આ પરીક્ષા પાસ કરનારા પ્રથમ ભારતીય બન્યા હતા. બાદમાં સુભાષચંદ્ર બોઝે પણ આઈસીએસની પરીક્ષા પાસ કરી, જોકે તેમણે આ સેવા છોડી દીધી હતી. એટલે આજના યુપીએસસીની પાછળ માત્ર એક સંસ્થાનો ઇતિહાસ નથી… પરંતુ ભારતીયોના સરકારી સેવાઓમાં પ્રવેશની પણ લાંબી કહાની છે.

આ જ સંસ્થાએ 100 વર્ષની સફર પૂર્ણ કરી છે. યુપીએસસીની શતાબ્દી નિમિત્તે 1 ઓક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમમાં સમારોહ યોજાયો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું. વડાપ્રધાને યુપીએસસીના 100 વર્ષ પૂર્ણ થવાને ગૌરવપૂર્ણ પડાવ ગણાવ્યો અને સંસ્થાની લાંબી ભૂમિકાને યાદ કરી.

UPSC 100 Years: અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી IAS-IPS પરીક્ષાની કહાની
UPSC 100 Years: વડાપ્રધાને યુપીએસસીના 100 વર્ષ પૂર્ણ થવાને ગૌરવપૂર્ણ પડાવ ગણાવ્યો

એટલે આજે જ્યારે લાખો યુવાનો યુપીએસસીની પરીક્ષા માટે મહેનત કરે છે, ત્યારે તેની પાછળની કહાની માત્ર એક પરીક્ષાની નથી…1926ના પબ્લિક સર્વિસ કમિશનથી શરૂ થયેલી સફર, 1937ના ફેડરલ કમિશનથી પસાર થઈને 1950માં બંધારણીય યુપીએસસી બની… અને આજે આ સંસ્થા 100 વર્ષની થઈ ગઈ છે.


આ પણ વાંચો: UPSC ઉમેદવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત: SPIPA વિદ્યાર્થીઓને વધારાની આર્થિક સહાય, યુવતીઓને મળશે વધુ પ્રોત્સાહન

આ પણ વાંચો: UPSCમાં 35મો રેન્ક મેળવનાર ડૉ. મહેશ દીક્ષિત બન્યા નવા IB ચીફ: IAS અને IFSની ચમકતી કારકિર્દી છોડી દેશસેવા માટે ખાખી વર્દી પસંદ કરી

આ પણ વાંચો: ગુજરાતના 34 ઉમેદવારોએ UPSC  પાસ કરી, દિશાંક નિસારનો 19મો ક્રમ