Surat News/ મતદાર યાદી SIR મુદ્દે કોંગ્રેસનો વાંધો, સુરત કલેક્ટરને કાનૂની નોટિસ

ગુજરાત ચૂંટણી પંચની SIR પ્રક્રિયા (Voter list) દરમિયાન ફોર્મ-7 વિગતો ન આપવાના મુદ્દે સુરત કોંગ્રેસે કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરોને કાનૂની નોટિસ પાઠવી.

Top Stories Gujarat Surat Breaking News
Voter list

Surat News:ગુજરાત ચૂંટણી પંચે મતદાર યાદી (Voter list) ચકાસણી માટે ખાસ સઘન સુધારણા (SIR) શરૂ કરી છે. ચૂંટણી પંચ સમક્ષ મતદારો (Voters) સામે અનેક વાંધા દાખલ કરવામાં આવ્યા છે પરંતુ ચૂંટણી પંચ કોંગ્રેસને ફોર્મ-7 ની વિગતો આપી રહ્યું નથી. સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ તેમના એડવોકેટ ઝમીર શેખ દ્વારા સુરત કલેક્ટર અને સુરત વિધાનસભાના 12 ડેપ્યુટી કલેક્ટરને કાનૂની નોટિસ ફટકારી છે.

જેમાં માંગ કરવામાં આવી છે કે તેઓ મતદાર નોંધણી નિયમો 1960 ના નિયમ 15(1)(b) નું પાલન કરે અને વાંધા હેઠળના મતદારોની યાદી ડેપ્યુટી કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરે જેથી સામાન્ય લોકો ડ્રાફ્ટ મતદાર યાદી (Voter list) અને વાંધા હેઠળના મતદારોના નામ ચકાસી શકે. ઝમીર શેખે માંગ કરી હતી કે આ નોટિસ મળ્યાની તારીખથી 3 દિવસની અંદર જે મતદારોના નામ વાંધા હેઠળ છે તેમની યાદી નોટિસ બોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવે, નહીં તો વિપુલ ઉધનાવાલા માનનીય ગુજરાત હાઇકોર્ટમાં તેમની વિરુદ્ધ અરજી દાખલ કરશે.


આ પણ વાંચો : SIR પ્રક્રિયા પારદર્શક હોવી જરૂરી: બંગાળ મામલે સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો : SIR નો કાર્યક્રમ મતદાર યાદીને સ્વચ્છ કરવા માટેનો છેઃ સી આર પાટીલ

આ પણ વાંચો : ભરૂચ: SIR અંતર્ગત કામગીરી પૂર્ણ, 17 ફેબ્રુઆરી 2026એ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે