Surat News : સુરત જિલ્લાના કિમ નજીક રાત્રિના લગભગ 1 વાગ્યાના સમયે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત (accident)સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 15 મુસાફરોને નાની–મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ વડોદરાની એક લક્ઝરી બસ સેલવાસ ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગમાં ગઈ હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ કરી બસ પરત ફરતી હતી તે દરમિયાન કિમ નજીક ટ્રક સાથે અથડાઈ હતી.
બસમાં કુલ અંદાજે 35 મુસાફરો સવાર હતા. અકસ્માત (accident)ના કારણે બસને નુકસાન થયું હતું, જ્યારે 15 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
નવી સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર તમામ ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર છે અને તેઓ સારવાર હેઠળ છે. અકસ્માત (Accident)અંગે કિમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
