Palanpur News/ પાલનપુરમાં બે બાળકોનો જીવ લેનારા કાર ચાલકને 10 વર્ષની સજા

પાલનપુરની સ્થાનિક અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા બે નિર્દોષ બાળકોના જીવ લેનાર કાર ચાલકને કડક સજા ફટકારી છે. વર્ષ 2024માં બનેલી આ હૃદયદ્રાવક ઘટનામાં ન્યાયિક પ્રક્રિયાના અંતે કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે,

Top Stories Gujarat Others Breaking News

Palanpur News: પાલનપુરની સ્થાનિક અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા બે નિર્દોષ બાળકોના જીવ લેનાર કાર ચાલકને કડક સજા ફટકારી છે. વર્ષ 2024માં બનેલી આ હૃદયદ્રાવક ઘટનામાં ન્યાયિક પ્રક્રિયાના અંતે કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે, જે માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં એક દાખલો બેસાડનારો નિર્ણય માનવામાં આવે છે.

કરુણાંતિકા

આ કરુણ ઘટના વર્ષ ૨૦૨૪માં પાલનપુરના ખોડલા ગામ નજીક બની હતી. પાલનપુર પંથકમાં બાંધકામ મજૂરી કરી ગુજરાન ચલાવતા એક પરિવારના બાળકો અને એક યુવતી રસ્તાના કિનારે ઊભા હતા ત્યારે બેફામ ગતિએ આવતા એક કાર ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા અને યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પરિવારના વહાલસોયા બાળકોના અકાળે અવસાનથી મજૂર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ મામલે બાળકોના પિતાએ પાલનપુર પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી જીવલેણ અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટનું અવલોકન 

આ કેસ પાલનપુરની સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો, સાક્ષીઓની જુબાની અને પંચનામાના આધારે સાબિત થયું હતું કે કાર ચાલકની ગંભીર બેદરકારીને કારણે બે ફૂલ જેવા બાળકોએ જીવ ગુમાવ્યા છે. કોર્ટે આ ગુનાને ગંભીર ગણીને આરોપી કાર ચાલકને દોષિત જાહેર કર્યો હતો. રસ્તા વધતા જતા માર્ગ અકસ્માતો અને વાહન ચાલકોની બેજવાબદારી સામે લાલ આંખ કરતા નામદાર કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને દંડની સજા સંભળાવી હતી.


આ પણ વાંચો: પાલનપુર-ડીસા હાઇવે પર હિટ એન્ડ રન, વૃદ્ધનું મોત

આ પણ વાંચો: પાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ

આ પણ વાંચો: જગાણા એકલવ્ય સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ, 38 વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ