Business News/ ભારતનો GDP ગ્રોથ 7% થી વધુ રહેવાનો અંદાજ, બજેટ પહેલા અર્થતંત્રના સારા સમાચાર

સંસદમાં Economic Survey 2026 રજૂ કરાયો. ભારતની આર્થિક વૃદ્ધિ 7%થી વધુ રહેવાની સંભાવના. જાણો રાજકોષીય ખાધ અને GDP ગ્રોથના મહત્વના આંકડા.

Top Stories NATIONAL Business
Economic Survey 2026 India GDP Growth

Economic Survey 2026 India GDP Growth: કેન્દ્રીય બજેટ પહેલા દેશની આર્થિક દિશા અને દશા બતાવતો ‘ઇકોનોમિક સર્વે 2026’ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. વૈશ્વિક પડકારો અને અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે. સર્વે અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વાસ્તવિક આર્થિક વિકાસ દર (GDP Growth Rate) 7 ટકાથી વધુ રહેવાની ધારણા છે.

Economic Survey 2026: વિકાસનો ગ્રાફ મજબૂત

આર્થિક સર્વેમાં જણાવાયું છે કે ભારત માત્ર આ વર્ષે જ નહીં, પરંતુ આગામી વર્ષે પણ 7 ટકાની આસપાસ વિકાસ દર જાળવી રાખશે. કોવિડ પછીના સમયગાળામાં ભારતે જે રીતે મેક્રો-ઇકોનોમિક પ્રદર્શન કર્યું છે, તેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને 2025ના શરૂઆતના મહિનાઓમાં વ્યાજદરમાં ઘટાડો અને બજારમાં તરલતા વધારવા માટે લેવાયેલા પગલાં અસરકારક સાબિત થયા છે.

રાજકોષીય ખાધમાં ઘટાડો અને કર રાહત

સરકારે આર્થિક શિસ્ત જાળવવામાં મોટી સફળતા મેળવી છે, જેમાં નાણાકીય વર્ષ 2025માં રાજકોષીય ખાધ GDPના 4.8 ટકા પર મર્યાદિત રહી છે, જે અગાઉના 4.9 ટકાના અંદાજ કરતા પણ ઓછી છે. હવે નાણાકીય વર્ષ 2026 માટે આ ખાધ ઘટાડીને 4.4 ટકા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, બજેટમાં સ્થાનિક ગ્રાહકોને ટેક્સમાં રાહત આપીને માર્કેટમાં માંગ વધારવાના પ્રયાસોને પણ વ્યાપક સફળતા મળી છે.

વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો

ભારતની વધતી આર્થિક મજબૂતીને પગલે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ દેશના ક્રેડિટ રેટિંગમાં મોટો સુધારો કર્યો છે. મે મહિનામાં Morningstar DBRS, ઓગસ્ટમાં S&P અને સપ્ટેમ્બરમાં R&I દ્વારા ભારતની સોવરેન રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા બે દાયકાના લાંબા સમયગાળા બાદ કોઈ મોટી એજન્સીએ ભારતની રેટિંગ BBB- થી વધારીને BBB કરી છે, જે વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતામાં વધારો સૂચવે છે.

અર્થતંત્રના વખાણ સાથે એક ચિંતાનો વિષય

સર્વેમાં અર્થતંત્રના વખાણ સાથે એક ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલ મુજબ, ભારતીય રૂપિયો હાલમાં દેશની મજબૂત આર્થિક સ્થિતિને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરતો નથી. રૂપિયાના અવમૂલ્યન (Devaluation) ને કારણે રોકાણકારો થોડા સાવધ બન્યા છે. જોકે, નબળો રૂપિયો અમેરિકી ટેરિફની અસરને સંતુલિત કરવામાં અને ક્રૂડ ઓઈલની મોંઘવારી સામે રક્ષણ મેળવવામાં અંશતઃ મદદરૂપ પણ સાબિત થઈ રહ્યો છે.


આ પણ વાંચો:સંસદનું બજેટ સત્ર આજથી શરૂ, 4 નવા બિલ સાથે 16 બિલ રજૂ થઈ શકે છે

 આ પણ વાંચો: બજેટ સત્ર પૂર્વે વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની પુનઃરચના, કોંગ્રેસના એક ધારાસભ્યને સ્થાન