Ahmedabad News/ અમદાવાદના જુહાપુરા ફતેહવાડીમાં જાહેર રસ્તા પર છરાબાજી, વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં

અમદાવાદના જુહાપુરા ફતેહવાડી વિસ્તારમાં જાહેર રસ્તા પર છરાબાજીની ઘટના સામે આવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થયો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Video Viral

Ahmedabad News:અમદાવાદમાં દિવસે દિવસે મારામારીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં જાહેર રસ્તા પર છરાબાજીની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો (Video Viral) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. વીડિયોમાં એક યુવક પોલીસના ડર વગર હથિયાર લહેરાવતો જોવા મળે છે.

વાયરલ વીડિયો (Video Viral)થી લોકોમાં ભયનો માહોલ

વાયરલ વીડિયો (Video Viral)માં ફતેહવાડીના મુખ્ય રસ્તા પર બે લોકો દલીલ કરતા જોવા મળે છે. પરિસ્થિતિ વધુ વણસી જતાં, તેમાંથી એકે છરી કાઢી અને બીજા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ઘટનાથી આસપાસના લોકો ચોંકી ગયા.

વીડિયો વાયરલ થયા બાદ, પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પોલીસ દળ તાત્કાલિક ફતેહવાડી વિસ્તારમાં પહોંચી ગયું. પ્રારંભિક તપાસ કર્યા પછી, પોલીસે વીડિયો (Video Viral)માં દેખાતા વ્યક્તિઓને ઓળખવા માટે તેમના પ્રયાસો તેજ કર્યા છે.


આ પણ વાંચો:અમદાવાદમાં વેજલપુરમાં અસામાજિક તત્વોને જાહેરમાં આતંક, રસ્તા પર થઈ મારામારી

આ પણ વાંચો:અમદાવાદમાં તલવાર-ડંડા વડે મારામારી, અસામાજીક તત્વોનો આતંક ફેલાવતો વીડિયો વાયરલ

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં મોડી રાત્રે સર્જાયા મારામારીના દ્રશ્યો