Surat News : વરાછામાં 44 વર્ષીય પરણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા (Suicide)કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં એફિલ ટાવરમાં રહેતા સીમા વાઘાણીએ ઝેરી દવા પી લીધી હતી. સાસરીયા પક્ષ દ્વારા મૃતકને હેરાન કરવામાં આવતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
રવિવારે ઘટના બન્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે વરાછા પોલીસે આત્મહત્યા (Suicide)નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતકના પરિવારજનોએ સાસરીયા પક્ષ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે. ઘરકંકાસના કારણે સીમાએ આત્મહત્યા (Suicide)નું પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.મૃતકના પતિ સુનિલ વાઘાણી ડાયમંડની ઓફિસમાં નોકરી કરે છે.
પરિવારનો વધુ આરોપ છે કે મૃતકને છેલ્લા 25 વર્ષથી સાસરીયા પક્ષ દ્વારા હેરાન કરવામાં આવતી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સીમાબેન ને સંતાનમાં 22 વર્ષ અને 24 વર્ષના બે પુત્રનો સમાવેશ થાયછે. જેમાં એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે.મૃતક સિમાબેનના ભાઇ પરેશભાઈ તુલસીભાઈ સુતરીયા દ્વારા ઘર કંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
