Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં શહેરના વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ, પર્યાવરણ અને 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને ધ્યાનમાં રાખીને અનેક મોટી જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ આ બજેટની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે એક આશ્ચર્યજનક નિર્ણયને લઈને શહેરમાં 123 વર્ષ પછી નવું આધુનિક સ્લોટર હાઉસ (Slaughter House) બનાવવાની જાહેરાત.

શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં સ્લોટર હાઉસ (Slaughter House) બનાવવાની યોજના
છેલ્લું કતલખાનું (Slaughter House) અમદાવાદમાં વર્ષ 1903માં જમાલપુર વિસ્તારમાં બન્યું હતું. હવે લગભગ 123 વર્ષ બાદ દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તાર (TP-32)માં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું સ્લોટર હાઉસ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 15,882 સ્ક્વેર મીટર જમીન પર ₹32 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ આધુનિક સુવિધા શહેરની વધતી જતી વસ્તી અને માંસ ઉદ્યોગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે, જેમાં પર્યાવરણને અનુકૂળ તકનીકો અને સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવામાં આવશે.
કુલ બજેટ: ₹17,018 કરોડ (ગત વર્ષના ₹14,001 કરોડની સરખામણીએ ₹3,017 કરોડનો વધારો)
રેવન્યુ ખર્ચ: ₹7,150 કરોડ
કેપિટલ ખર્ચ: ₹9,868 કરોડ
કોઈ નવા ટેક્સ લાગુ કરાયા નથી
2030 કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર
11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
100% ઇલેક્ટ્રિક પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ આગળ વધારો
એલિવેટેડ કોરિડોર, ફ્લાયઓવર, રોડ વિસ્તરણ
ક્લાઈમેટ રેઝિલિયન્ટ પ્રોજેક્ટ્સ માટે મોટી ફાળવણી
એક તરફ સરકારી સ્તરે કરોડોની જોગવાઈ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શહેરમાં ગેરકાયદેસર ગૌવંશની તસ્કરી અને કતલની (Slaughter House) ઘટનાઓ ચાલુ છે. તાજેતરમાં પાલડી વિસ્તારમાં એક ચકચાર મચાવી દેનારી ઘટના બની હતી. કસાઈઓ એક કારમાં 4 ગાયોને અત્યંત ક્રૂર રીતે ભરીને લઈ જઈ રહ્યા હતા. ગૌરક્ષકોએ કારનો પીછો કરતાં કસાઈઓએ બચવા માટે કારને બેફામ ઝડપે હંકારી હતી. આ દરમિયાન કાર BRTS ટ્રેકમાં ઘૂસી ગઈ અને રેલિંગ તેમજ રસ્તાને ભારે નુકસાન પહોંચાડ્યું. ગૌભક્તોએ હિંમતથી પીછો ચાલુ રાખી કસાઈઓને રંગેહાથ પકડી પોલીસને સોંપ્યા. ઘટના બાદ મોટી સંખ્યામાં ગૌરક્ષકો એકઠા થતાં વાતાવરણ ગરમાયું હતું.

ગૌરક્ષક સંગઠનોનો આક્ષેપ છે કે એક તરફ ગૌમાતાની સુરક્ષા માટે સરકાર દાવા કરે છે તો બીજી તરફ આવા પ્રોજેક્ટ્સ અને વધતી ગૌતસ્કરી ચિંતાનો વિષય બની રહ્યો છે. આ નિર્ણયથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા ચાલી રહી છે. કેટલાક નેતાઓએ પણ આ જોગવાઈનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચો:AMCનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ
આ પણ વાંચો:AMC દ્વારા ખોદાયેલ ખાડામાં પડતાં બે ગાયોના મોત, એન્જિનિયરિંગ વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી
આ પણ વાંચો:અમદાવાદની પોળોનો બદલાશે નજારો! AMC રૂ. 37 કરોડના ખર્ચે હેરિટેજ વૉકને આપશે નવું રૂપ
