અમદાવાદના (Ahmedabad) SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સોલા સિવિલ પાસે બની હતી. બેફામ હંકારતા BRTSના બસ ચાલકે પીલ્લ સાથે ટક્કર મારી હતી. જેને લઈને બસ ડ્રાઈવર બસના આગળના ભાગમાં ફસાઈ ગયો હતો. આ સમગ્ર મામલાની જાણ ફાયર બ્રિગેડને કરતા 1 કલાકની ભારે મહેનત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને પગના ભાગે ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
Ahmedabad: ડ્રાઇવરનો પગ એક્સીલેટર અને બ્રેકની વચ્ચે ફસાયો હતો.
અમદાવાદ (Ahmedabad) ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ફાયક બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે SG પર સોલા સિવિલ પાસે BRTS બસનો અકસ્માત થયો છે. જેને લઈને થલતેજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ઘટના સ્થળે જોયુ ત્યારે ખબર પડી કે બસ પીલ્લર સાથે ટકરાઈ હતી.

Ahmedabad: 15 ફાયર જવાનોની જહેમત, ડ્રાઈવરે બહાર કાઢ્યો
અમદાવાદ (Ahmedabad) ફાયરના જવાનોએ બસનો આગળનો ભાગ કટર વડે કાપીને ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો હતો. અને તેને સારવાર માટે ખસેડ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બસના આગળનો આખો ભાગ દબી ગયો હતો. અને બસને ભારે નુકસાન થયુ હતું.
આ પણ વાંચો:અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત
આ પણ વાંચો:અમદાવાદમાં હચમચાવતો અકસ્માત: CG રોડ પર યુવકને બાઈકએ ઉડાવ્યો
આ પણ વાંચો:અમદાવાદમાં રોડ અકસ્માતનો કહેર યથાવત, રોંગસાઇડ કારએ એક્ટિવા ચાલકને ઉડાવ્યો
