Junagdh/ વિસાવદર નગરપાલિકામાં ભારે હંગામો, ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઉગ્ર તકરારનો વીડિયો વાયરલ

વિસાવદર નગરપાલિકા અત્યારે ભારે વિવાદમાં ફસાઈ છે. ચીફ ઓફિસર અને નગરપાલિકાના ઉપપ્રમુખ વચ્ચે થયેલી ઉગ્ર તકરારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ટેન્ડર અને વિકાસ કામોને લઈને શરૂ થયેલા આ વિવાદમાં બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કરી પોલીસમાં સામસામે અરજીઓ નોંધાવી છે.

Gujarat Others
visavadar

વિસાવદર (Visavadar) નગરપાલિકા અત્યારે હાલ ભારે વિવાદમાં આવી છે. કારણ કે ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થયેલી તકરારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. તો બંને પક્ષોએ એકબીજાના પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા પોલીસમાં અરીજી કરી છે. એક તરફ છરી બતાવી હુમલાનો પ્રયાસ કરવાનો આરોપ છે તો બીજી બાજુ ગેરકાયદે કામો માટે દબાણ કરી ગાળાગાળી કરવાનો આરોપ કરવામાં આવ્યો છે.

ટેન્ડર અને વિકાસ કામો મુદ્દે વિવાદ
વિસાવદર (Visavadar) નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયાએ કહ્યું કે, શહેરના વિકાસ કામોના ટેન્ડર ઘણા સમયથી પેન્ડિંગ હતા, તેને લઈને આ મુદ્દે તેઓ રજૂઆત કરવા માટે સભ્યો સાથે ચીફ ઓફિસર પાસે ગયા હતા. ઉપપ્રમુખનો આક્ષેપ છે કે, ચીફ ઓફિસરે ઉશ્કેરાઈને અભદ્ર વર્તન સાથે ગાળાગાળી કર્યાનો આક્ષેપ કર્યો છે. અને સાથે જ ટેબલ પર પડેલી છરી મારવાનો પણ પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો છે.

ઉપપ્રમુખ અને ચીફઓફિસર એકબીજા પર ગંભીર આક્ષેપ

તો બીજી તરફ ચીફ ઓફિસરે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમને કહ્યું કે ઉપપ્રમુખ અને તેમની સાથે આવેલા લોકો એન્જિનિયર થકી થતા કામોમાં દખલગીરી કરી રહ્યા હતા. ગેરકાયદે કમો કરવવા અને ખોટા બિલો પાસ કરાવવા માટે દબાણ કરવામાં આવતુ હોવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે નિયમ મુજબ કામ કરવાનું કહ્યું ત્યારે ઉપપ્રમુખ અને તેમના સાથીઓએ ગાળાગાળી કરી ગેરવર્તન કર્યું હતું. ચીફ ઓફિસરે ‘નોનસેન્સ, ગેટ આઉટ’ કહીને તેમને ચેમ્બરની બહાર નીકળી જવા જણાવ્યું હતું.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને નગરપાલિકાની આબરૂના લીરેલીરે ઉડ્યા છે. આ બનાવને પગલે બંને પક્ષે સામસામે અરજી કરવામાં આવી છે. પોલીસે હાલ બંને પક્ષે ફરિયાદ લઈને વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણને લઈ હિંસક હુમલો, એક યુવકનું કરૂણ મોત, એક ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો:જૂનાગઢના મોતીબાગમાં એકતરફી પ્રેમનો ભયાનક અંત, યુવકે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું

આ પણ વાંચો:જૂનાગઢમાં ‘ગ્લેન્ડર્સ’નો કહેર! અશ્વોમાં દેખાયા જીવલેણ રોગના લક્ષણો, માણસો માટે પણ ખતરો, તંત્ર એલર્ટ