Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

EPF Interest/ PF ધારકો માટે ખુશખબર! નોકરી છોડ્યા પછી પણ 58 વર્ષની ઉંમર સુધી મળશે વ્યાજ

EPFO ના નવા નિયમો મુજબ નોકરી છોડ્યા પછી પણ 58 વર્ષની ઉંમર સુધી PF ખાતામાં વ્યાજ મળતું રહેશે. જાણો ઇનઓપરેટિવ એકાઉન્ટ અને વ્યાજની ગણતરી વિશેની સંપૂર્ણ માહિતી.

February 5, 2026February 5, 2026Kinjal Pradipkumar Patel
NATIONAL Top Stories India
EPFO Interest Rules After Job Resignation

EPFO Interest Rules After Job Resignation: જો તમે અધવચ્ચે જ નોકરી છોડી દીધી હોય અથવા કોઈ કારણસર બેરોજગાર હોવ, તો પણ તમારા PF ખાતામાં રહેલા નાણાં વધતા રહેશે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે નોકરી છોડ્યાના ૩ વર્ષ પછી વ્યાજ મળતું બંધ થઈ જાય છે, પરંતુ EPFO (એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ના વર્તમાન નિયમો આ વાતને ભ્રામક સાબિત કરે છે.

શું છે EPFOનો નવો નિયમ?

EPFO ના જણાવ્યા અનુસાર, જો કોઈ કર્મચારી 40, 45 કે 50 વર્ષની ઉંમરે નોકરી છોડે છે અને પોતાના PF ખાતામાંથી નાણાં ઉપાડતો નથી, તો તેનું ખાતું ‘ઈનઓપરેટિવ’ (નિષ્ક્રિય) ગણાતું નથી. આ ખાતામાં કર્મચારીની ૫૮ વર્ષની ઉંમર સુધી વ્યાજ જમા થતું રહેશે, ભલે તેમાં નવો ફાળો જમા ન થતો હોય.

EPFO Interest Rules After Job Resignation

58 વર્ષ પછી શું?

જ્યારે ખાતાધારક 58 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે, ત્યારે તેનું PF ખાતું સત્તાવાર રીતે “ઈનઓપરેટિવ” બની જાય છે. આ ઉંમર પછી ખાતામાં વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે. તેથી, EPFO સલાહ આપે છે કે 58 વર્ષની ઉંમર પછી તાત્કાલિક પોતાની રકમ ઉપાડી લેવી જોઈએ અથવા યોગ્ય ટ્રાન્સફરનો નિર્ણય લેવો જોઈએ.

નિવૃત્ત કર્મચારીઓ માટે અલગ જોગવાઈ

જે કર્મચારીઓ 58 વર્ષની વય સુધી નોકરીમાં ચાલુ રહે છે અને ત્યારબાદ નિવૃત્ત થાય છે, તેમના માટે નિયમ થોડો અલગ છે. આવા કિસ્સામાં, નિવૃત્તિ પછી પણ જો રકમ ઉપાડવામાં ન આવે, તો આગામી ૩ વર્ષ સુધી (એટલે કે 61 વર્ષની ઉંમર સુધી) વ્યાજ મળતું રહે છે.

ખાતાધારકોએ રાખવી આ સાવચેતી

વ્યાજનો સતત લાભ મેળવવા માટે તમારું UAN (Universal Account Number) સક્રિય રાખવું અનિવાર્ય છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે નોકરી છોડ્યા પછી તમારા પીએફ ખાતા પર જે વ્યાજ જમા થાય છે, તે આવકવેરા (Income Tax)ને પાત્ર હોઈ શકે છે. આથી, જો તમે નવી નોકરી શરૂ કરો છો, તો જૂના PF બેલેન્સને નવા ખાતામાં ટ્રાન્સફર કરી લેવું વધુ હિતાવહ છે, જેથી તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો મહત્તમ ફાયદો મળતો રહે.


આ પણ વાંચો: ATM થી કાઢી શકાશે PF ના પૈસા..AI કરશે મદદ…EPFO 3.0 Rule: 8 કરોડ લોકો માટે ખુશખબર!

આ પણ વાંચો: EPFO ની ભેટ,ઓટો-સેટલમેન્ટ મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી, PF ઉપાડ સરળ બન્યો

આ પણ વાંચો: EPFO ​​વર્ઝન 3.0 થશે લોન્ચ, 9 કરોડથી વધુ લાભાર્થીઓને થશે ફાયદો

Post navigation

ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ! આ 14 સેન્ટરો પર હવે MRI કરાવવું બનશે સરળ અને સસ્તું, સરકારે લીધો મોટો નિર્ણય
ફાગવેલમાં CM ભૂપેન્દ્ર પટેલે રૂ.348 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

More Posts

Spain

National News/ મોરક્કોથી હજારો પ્રવાસીઓની ઘૂસખોરીથી સ્પેનમાં કટોકટી; જાણો સમગ્ર ઘટના

August 1, 2026August 1, 2026Kavita Solanki

બિલાવલ ભુટ્ટો/ બિલાવલ ભુટ્ટોએ ઝેર ઓક્યુઃ કાશ્મીરમાં કલમ 370 સાબિત ન થાય ત્યાં સુધી બંને દેશ વચ્ચે સ્થિતિ સામાન્ય ન થઈ શકે

May 6, 2023jani

આજનું રાશિફળ/ 12 જાન્યુઆરી 2022, બુધવારનાં દિવસે તમને કયા ફળની પ્રાપ્તિ થઈ શકે છે?……

January 12, 2022January 11, 2022Maya Sindhav

wpl news/ દિલ્હીએ ફાઈનલમાં મુંબઈને 132 રનનો ટાર્ગેટ આપ્યો

March 26, 2023garima rao

Not Set/ દેશનાં આ રાજ્યમાં ગ્રીન ફંગસનો પ્રથમ કેસ સામે આવતા ચકચાર

June 20, 2021June 20, 2021hardik shah
Lending Money

Ajab Gajab News/ મિત્ર હોય કે સગા… જ્યારે કોઈ ઉધાર માંગે  ત્યારે તમારા પૈસા ડૂબતા અટકાવવા માટે આ પદ્ધતિ અપનાવો

March 13, 2026March 13, 2026Panara Mansi

Gujarat News/ ગુજરાતમાં નકલીનો રાફડો ફાટયો, પાંચ વર્ષમાં 8,684 નકલી કંપનીઓ રદ

November 28, 2024Mansi Panara

Not Set/ હત્યા/ પત્નીની હત્યા કરી, 100 કિમી દૂર પાણીપતમાં મૃતદેહ ફેંકી દીધો, 17 દિવસ પછી કેવી રીતે બહાર આવ્યું સત્ય..?  

November 28, 2019November 28, 2019padma prajay
Anganwadi Food Scam: અનાજનો કાળો કારોબાર?

Gir Somnath News/ ગીર સોમનાથમાં બાલભોગના અનાજનો કાળો કારોબાર? ગ્રામજનોએ ટેમ્પો રોકી કર્યો મોટો ખુલાસો

July 30, 2026Jaymin Dhiman

Bihar News/ બિહાર ચૂંટણીમાં પ્રથમ તબક્કે NDAના ગઢ વિસ્તારોમાં મતદાન, મતવિસ્તારો બે તબકકામાં વહેંચાયા…

October 7, 2025Pansara Shruti
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy