Gujarat High Court/ ગુજરાત HCનો ઐતિહાસિક ચુકાદો, ન્યાય મળતાં જ પોલીસ કર્મીનું નિધન

ગુજરાતના ન્યાય ઇતિહાસમાં એક હૃદયસ્પર્શી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. 27 વર્ષ જૂના લાંચના કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા પૂર્વ પોલીસ કર્મીનું ચુકાદા બાદ થોડા જ કલાકોમાં કુદરતી મૃત્યુ થયું. ન્યાય મળ્યો, પરંતુ જીવન બચી ન શક્યું – આ ઘટના ભારતની ધીમી ન્યાય પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

Gujarat Top Stories Others
Gujarat High Court

ગુજરાતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના બની છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. એક પોલીસ કર્મી 27 વર્ષ બાદ લાંચના કેસમાં નિર્દોષ છુટ્યા બાદ થોડા જ કલાકો બાદ જ મોતને ભેટ્યો હતો.

 

Gujarat High Court:  રૂ.20ની લાંચ લેવાનો આરોપ

આ ઘટનાની વિગતે વાત કરીએ તો વર્ષ 1997માં તત્કાલીન પોલીસ કર્મચારી પર રૂપિયા 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. ACBએ વેજલપુર પાસે આવેલા વિશાલ જંક્શન પાસે છટકું ગોઠવીને આ કાર્યવાહી કરી હતી. આ પોલીસ કર્મી પર આપોર હતો કે તેઓ રસ્તા પરથી પસાર થતા ટ્રકો પાસેથી પૈસા ઉઘરાવે છે. આ કેસમાં પોલીસ કર્મી પર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો.

 

આ કેસ ઘણા લાંબા સમયથી ચાલતો હતો. આ કેસને લઈને 2004માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તત્કાલીન પોલીસકર્મીને દોષિત ઠેરવીને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. પરંતુ પોલીસ કર્મીએ આ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના લીધે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં 22 વર્ષથી ચાલતો હતો.

 

Gujarat High Court:  HCએ ફાઈનલ ચુકાદો આપ્યો

કાલે આ કેસને લઈને HCએ ફાઈનલ ચુકાદો આપ્યો અને તત્કાલીન પોલીસકર્મીને નિર્દોષ જાહેર કર્યા. આ ચુકાદો આવતાની સાથે જ તેમના પર લાગેલા તમામ આરોપો દુર થયા હતા. HC નો આ ચુકાદો આવ્યા બાદ પોલીસ કર્મી ખુબ જ ખુશ નજર આવી રહ્યા હતા પરંતુ તેઓની આ ખુશી થોડીવાર માટેની જ હતી. સાથે જ તેઓ આ ચુકાદા બાદ તેમના એડવોકેટની ઓફિસ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તેમની સાથે વાતચીત પણ કરી હતી. સાથે જ તેમને તેમના એડવોકેટને એવુ પણ કહ્યું હતું કે “જીવનનો કલંક દૂર થયો અને હવે ભગવાન લઈ લે તો સારું.”

 

Gujarat High Court: કમનસીબે તે જ રાત્રે મૃત્યુ

આ ચુકાદા બાદ પોલીસ કર્મી પોતાના પાટણ સ્થિત ઘરે પહોંચ્યો હતો. કમનસીબે તે જ રાત્રે તેમનું કુદરતી મૃત્યુ થયું. કમનસીબે તે જ રાત્રે તેમનું કુદરતી મૃત્યુ થયું. તેમને લાંબા સમય બાદ નિર્દોષ છોડાતા જાણી જીદંગીનો એક ઋણ ચુકવી દીધુ હોય તેવુ લાગી રહ્યું છે.

આ ઘટના એ દર્શાવે છે કે ભારતમાં ન્યાય લોકોને કેટલા લાંબા સમય બાદ મળે છે અને ન્યાય મળે ત્યારે કાંતો તેઓની ઉંમર થઈ ગઈ હોય અથવા તો બીમારી આવી ગઈ હોય.


આ પણ વાંચો:રાજકોટમાં વિરનગરની શિવાનંદ હોસ્પિટલમાં ચકચારી અંધાપાકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે નળ સરોવરમાં પ્લાસ્ટિક પર મુક્યો કડક પ્રતિબંધ, રામસર સાઇટની જાળવણી માટે મહત્વના આદેશો

આ પણ વાંચો:અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં 77માં પ્રજાસત્તાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી