Gujarat Weather/ ગુજરાતમાં ફરી માવઠાની આફત! જાણો ફેબ્રુઆરીમાં કયા દિવસોમાં વરસાદી માહોલ

હવામાન (Weather) આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં 8 થી 10 ફેબ્રુઆરી અને ફેબ્રુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જાણો હવામાનમાં થનારા ફેરફારની વિગતો.

Gujarat Top Stories Ahmedabad
Ambalal Patel Weather Forecast 2026

Ambalal Patel Weather Forecast 2026: ગુજરાતમાં શિયાળાની વિદાય વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં હવામાનમાં મોટા પલટાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે.

Ambalal Patel Weather Forecast 2026

8  થી 12 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણ (Weather) પલટાશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 થી 12 ફેબ્રુઆરી દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હળવા પશ્ચિમી વિક્ષેપો આવશે. જેના કારણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળશે અને ૧૨ ફેબ્રુઆરીની આસપાસ રાજ્યના આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

ફેબ્રુઆરીના અંતમાં વધુ એક મજબૂત વિક્ષેપ

આગાહી મુજબ, 14 ફેબ્રુઆરીની આસપાસ મધ્ય કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવશે, જ્યારે 18 થી 24 ફેબ્રુઆરી દરમિયાન એક પછી એક અનેક વિક્ષેપો આવવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં એક પ્રભાવી પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર માર્ચની શરૂઆત સુધી રહેશે. આ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં મોટો પલટો અને માવઠું પડવાની શક્યતા છે.

Ambalal Patel Weather Forecast 2026

ગરમીમાં પણ થશે ધીમે ધીમે વધારો

એક તરફ કમોસમી વરસાદની આગાહી છે, તો બીજી તરફ તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ગરમીમાં પણ ધીમે ધીમે વધારો થવાની શરૂઆત થશે. વાદળછાયા વાતાવરણ અને પશ્ચિમી વિક્ષેપની અસરો વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ થશે. ખાસ કરીને ખેડૂતોએ આ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને રાખીને પોતાના પાકની સુરક્ષા માટે સતર્ક રહેવું જરૂરી છે.


આ પણ વાંચો:ખેડૂતોના જીવ અધ્ધર! અંબાલાલ પટેલે ફરી કરી માવઠાની ડરામણી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે કમોસમી વરસાદ

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી માવઠાની આફત! 21 થી 26 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીનો અહેસાસ વધ્યો, નલિયામાં સૌથી નીચું 12.2° તાપમાન, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી