CM સરમાએ આરોપ લગાવ્યો કે એલિઝાબેથ ગોગોઈને એક પાકિસ્તાની (pakistan) ફર્મ દ્વારા નોકરી આપવામાં આવી હતી અને પછી તેમને ભારત ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કામ માટેનો પગાર પણ અલી તૌકીર શેખ દ્વારા ચૂકવવામાં આવતો હતો. સરમાના દાવા મુજબ, એલિઝાબેથ ભારતમાં રહેતા સમય દરમિયાન ભારત સાથે સંબંધિત સંવેદનશીલ માહિતી એકત્ર કરતી હતી અને તે માહિતી પાકિસ્તાની નાગરિક અલી શેખને રિપોર્ટ કરતી હતી.
હિમંતાનો વધુ આરોપ છે કે અલી તૌકીર શેખ 2010થી 2013 દરમિયાન ઓછામાં ઓછા 13 વખત ભારત આવ્યો હતો. તેમનો હેતુ ભારત વિરુદ્ધ વૈશ્વિક નેરેટિવ તૈયાર કરવાનો હતો. સરમાએ એવો પણ દાવો કર્યો કે એલિઝાબેથે ભારતીય ગુપ્તચર સૂત્રો પાસેથી ક્લાઈમેટ એક્શન સહિતની માહિતી એકત્ર કરી હતી.
પત્નીના પાકિસ્તાની (pakistan) બેંક ખાતાની જાણકારી આપી
તેમણે વધુમાં કહ્યું કે ગૌરવ ગોગોઈએ તેમના ચૂંટણી સોગંદનામામાં પત્નીના પાકિસ્તાની (pakistan) બેંક ખાતાની જાણકારી આપી ન હતી અને એલિઝાબેથને ચુકવણી કરવા માટે FCRA નિયમોને અવગણવામાં આવ્યા હતા. આરોપ મુજબ, એલિઝાબેથ ભારતીય ફર્મમાં કામ કરતી વખતે છ વખત ઇસ્લામાબાદ ગઈ હતી અને અન્ય NGO સાથે જોડાયા બાદ ત્રણ વખત પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે તેઓ હંમેશા અટારી બોર્ડરથી જ પાકિસ્તાન જતા હતા, ક્યારેય ફ્લાઇટથી નહીં.
હિમંતાએ એવો પણ આરોપ લગાવ્યો કે ગૌરવ ગોગોઈ પોતાના લગ્ન પહેલાં ડિસેમ્બર 2013માં ગુપ્ત રીતે પાકિસ્તાન (pakistan) ગયા હતા. તે સમયે તેઓ આસામના મુખ્યમંત્રીના નિવાસસ્થાને રહી રહ્યા હતા. તેમને લાહોર માટે વિઝા આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ઇસ્લામાબાદ અને કરાચીની પણ મુલાકાત લીધી હતી. તેમની યાત્રા વિશે આસામ પોલીસને કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. પાકિસ્તાનમાં (pakistan) 10 દિવસ રોકાણ દરમિયાન તેઓ ડિજિટલ રીતે સંપૂર્ણ મૌન હતા, જેના કારણે સરમાએ શંકા વ્યક્ત કરી છે કે તેમણે ત્યાં કોઈ તાલીમ લીધી હશે.
હિમંતાએ દાવો કર્યો પત્નિનું pakistan કનેક્શન
સરમાનો વધુ દાવો છે કે પાકિસ્તાનથી (pakistan) પરત આવ્યા પછી ગોગોઈએ સંસદમાં સંરક્ષણ ઉપકરણો અને પરમાણુ પ્લાન્ટ્સ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પ્રશ્નો પૂછ્યા હતા, જે તેમના વિદેશી સંપર્કોને વધુ શંકાસ્પદ બનાવે છે.
આ મામલે આસામના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે SIT તપાસ હવે એ તબક્કે પહોંચી ગઈ છે, જ્યાં કેન્દ્રીય એજન્સીની મદદ જરૂરી છે. તેથી, આ કેસ ગૃહ મંત્રાલય દ્વારા પસંદ કરાયેલી કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવશે. ઇન્ટરપોલ સહિતની આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી પણ મદદ લેવાની શક્યતા છે.
હિમંતાએ જાન્યુઆરીમાં પણ દાવો કર્યો હતો કે ગૌરવ ગોગોઈ એક પાકિસ્તાની એજન્ટ છે, જેને વિદેશી શક્તિઓએ પ્લાન્ટ કર્યો છે, અને તેમના પાસે તેને સાબિત કરવા પુરાવા છે.
આ તમામ આરોપો સામે ગૌરવ ગોગોઈએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે વ્યંગ્યરૂપે કહ્યું હતું કે “જો મારી પત્ની પાકિસ્તાનની ISI એજન્ટ છે, તો હું ભારતનો RAW એજન્ટ છું.” તેમણે હિમંતાના આરોપોને રાજકીય ધ્યાન ભટકાવવાની કોશિશ ગણાવી છે અને કહ્યું છે કે મુખ્યમંત્રી પોતાના પર લાગેલા આરોપોથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.
આ સમગ્ર મામલો હવે રાજકીય ગરમાવો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા તરીકે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ થયા બાદ આ કેસમાં શું સત્ય બહાર આવે છે, તે જોવાનું રહેશે.
આ પણ વાંચો:પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓની દુર્દશા પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ
આ પણ વાંચો:અમેરિકાએ જાહેર કરેલા નક્શામાં POK ભારતનો ભાગ, પાકિસ્તાનમાં ફફડાટ
