Rajpal Yadav Jail Case: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવ અત્યારે કરોડોના દેવા અને જેલની સજાને કારણે ચર્ચામાં છે. ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ રાજપાલ યાદવની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે. આવા સમયે ફિલ્મમેકર પ્રિયદર્શને તેમની મદદ માટે હાથ લંબાવ્યો છે અને એક મોટું પગલું ભર્યું છે.
પ્રિયદર્શને Rajpal Yadavની ફીમાં કર્યો વધારો
‘માલામાલ વીકલી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર પ્રિયદર્શને (Priyadarshan) જણાવ્યું કે, તેઓ રાજપાલની મુશ્કેલીઓ વિશે પહેલેથી જાણતા હતા. તેમણે પ્રોડ્યુસર્સ (જુબલી ફિલ્મ્સ) ને વિનંતી કરી છે કે રાજપાલ યાદવની હાલની સ્થિતિ જોતા તેમને તેમની આગામી ફિલ્મ માટે સામાન્ય કરતા વધુ ફી ચૂકવવામાં આવે. પ્રિયદર્શને કહ્યું, “અમે તેમને બચાવવા માંગીએ છીએ, પ્રોડ્યુસર્સ પણ આ માટે માની ગયા છે. તેઓ મારી આગામી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે.”
‘ઓછું ભણેલા હોવાથી છેતરાઈ ગયા’
પ્રિયદર્શને રાજપાલ યાદવનો બચાવ કરતા કહ્યું કે, “હું તેમને છેલ્લા 20 વર્ષથી ઓળખું છું. તેઓ એક સારા માણસ છે, પરંતુ ઓછું ભણેલા હોવાને કારણે તેમનાથી આ ભૂલ થઈ ગઈ છે. હું તેમની પરેશાનીઓ જાણતો હોવાથી જ તેમને સતત મારી ફિલ્મોમાં લેતો હતો અને એડ ફિલ્મો કરવાની પણ સલાહ આપતો હતો.”

શું છે સમગ્ર મામલો?
રાજપાલ યાદવે 2010માં ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે એક બિઝનેસમેન પાસેથી ૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ ફ્લોપ ગઈ અને રાજપાલ દેવામાં ડૂબી ગયા. વ્યાજ સાથે આ રકમ હવે 9 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પૈસા ન ચૂકવી શકવાને કારણે અને ચેક બાઉન્સ થવાને લીધે તેમને જેલ જવું પડ્યું છે.
બોલિવૂડના અન્ય સિતારાઓ પણ મદદે આવ્યા
રાજપાલ યાદવે જેલ જતાં પહેલા નિરાશામાં કહ્યું હતું કે તેમનો કોઈ દોસ્ત નથી અને તેઓ એકલા લડી રહ્યા છે. જોકે, તેમના જેલ ગયા બાદ સોનુ સૂદ, સલમાન ખાન અને હવે પ્રિયદર્શન જેવા સિતારાઓ તેમની આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. અહેવાલો મુજબ, 9 કરોડમાંથી અઢી કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો:અક્ષય ખન્નાની એક્ઝિટ બાદ ‘દ્રશ્યમ 3’ માં અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની એન્ટ્રી..!
આ પણ વાંચો:‘શું હું આતંકવાદી છું?’ મહાકુંભ ગર્લ મોનાલિસાની ફિલ્મ લોન્ચિંગ મામલે હોબાળો
આ પણ વાંચો:અમિતાભ બચ્ચન માટે જયાએ કર્યો રાજેશ ખન્ના સાથે ઝઘડો…માસ્ટર રાજૂએ રોચક કિસ્સો કર્યો શૅર..!
