Vadodara News: વડોદરાની જિલ્લા કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવા (Bomb threat)ની આપી ધમકી. જાણકારી મળતા જ પોલીસ કાફલા સહિત બોમ્બ-ડોગ સ્કવોડની ટીમે સર્ચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સૂત્રો અનુસાર, સોમવારે 16, ફેબ્રુઆરી 2026ના રોજ શાળાઓને મળી હતી ધમકી….

ઘટના વિગતવાર
16 ફેબ્રુઆરી, 2026ના રોજ, વડોદરા જિલ્લા કોર્ટ, દિવાળીપુરા અને અમદાવાદ-વડોદરાની શાળાઓને મેલ દ્વારા બોમ્બ ધમકી (Bomb threat)મળી હતી. વડોદરા કોર્ટને 2 દિવસ ઈ-મેલ દ્વારા ધમકી (Bomb threat)મળવાના સમાચાર સામે આવ્યા હતા. જેની તપાસ માટે પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા.
વકીલો અને કોર્ટની સુરક્ષા
ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને, કોર્ટમાં હાજર વકીલોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોર્ટ પરિસરની બહાર વકીલોની ભીડ એકઠી થઈ ગઈ હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કોર્ટના અંદરના વિસ્તારોની તાત્કાલિક તપાસ ચાલુ રાખી હતી

શાળાઓને મળેલી ધમકી
વડોદરા અને અમદાવાદમાં કુલ 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat)મળી હતી. જેમાં વડોદરાના 25 અને અમદાવાદના 15 શાળાઓનો સમાવેશ થાય છે. ધમકીમાં એમણે વડોદરા-અમદાવાદના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ સંકુલને જાગૃત રહેવા માટે ચેતવણી આપી હતી.
સૂત્રો અનુસાર, બોમ્બ ધમકીમાં મોદી અને શાહને ઉલ્લેખીને લખ્યું હતું કે, હવે ગુજરાત પણ ખાલિસ્તાની બનશે.. હિન્દુસ્તાનના ભાગલા પડશે..
સાંજે 5:30 એ વડોદરાની બીજી એક શાળાને બોમ્બની ધમકી સામે આવી
અમિતનગર સર્કલમાં આવેલી બ્રાઇટ સ્કૂલને પણ આ ધમકી મળી. શાળાને સ્વાતિ પટેલ નામના id પરથી એક ઇ-મેઇલ મળ્યો.
ઇમેઇલમાં લખ્યું હતું કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. તેમાં લખ્યું હતું કે, “કાલે શાળા બંધ રાખો. અમે તમારી શાળામાં બોમ્બ મૂકવાનું આયોજન કર્યું છે, તેથી કાલે રજા લો કારણ કે વિસ્ફોટ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.”
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે બોમ્બ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, પોલીસને હજુ સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. જોકે, વડોદરા પોલીસ કંટ્રોલ રૂમના ફોન સવારથી સાંજ સુધી વાગતા રહ્યા.
આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં
આ પણ વાંચો:વડોદરાની સ્કૂલને બોમ્બ ધમકી: મેઈલનો તમિલનાડુ સાથે સંબંધ ?
આ પણ વાંચો:અમદાવાદ સાથે વડોદરાની 25 શાળાઓને ફરી મળી બોમ્બની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોડ તૈનાત

