Gujarat News/ 181 હેલ્પલાઈન નંબર રાજ્યની લાખો મહિલાઓ માટે સુરક્ષા કવચ…12 વર્ષમાં કુલ 18.10 લાખથી વધુ મહિલાઓને સલાહ અને માર્ગદર્શન…

181 Abhayam (181 અભયમ) હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે…

Gujarat Trending
181 Abhayam , હેલ્પલાઇન, હિંસા, છેડતી, મહિલા સુરક્ષા

Gujarat News: મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા હોય કે જાહેર સ્થળે થતી છેડતી, ગુજરાત સરકારે ટેકનોલોજી અને સંવેદનાનો સમન્વય સાધીને 8 માર્ચ 2015ના રોજ  ‘181 અભયમ’ (181 Abhayam)નો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે.

8 મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના રોજ ‘181 અભયમ’ (181 Abhayam)ના 12 વર્ષ પૂર્ણ થશે

ગુજરાત (Gujarat) એટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) ના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. આ વર્ષે 8 મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ (International Women’s Day, 8 March)ના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘181 અભયમ મહિલા હેલ્પલાઈન’ (181 Abhayam Women Helpline) પોતાની સફળ સેવાના 12 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે આવો જાણીએ, તેની કામગીરી અને સિદ્ધીઓ વિશે…

181 મોબાઈલ એપ (181 Mobile App)ના ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ મહિલાઓને હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે.

મહિલાઓ વિરુદ્ધ થતી ઘરેલુ હિંસા (Domestic Violence) હોય કે જાહેર સ્થળે થતી છેડતી, ગુજરાત સરકારે ટેકનોલોજી અને સંવેદનાનો સમન્વય સાધીને 8 માર્ચ 2015ના રોજ ‘181 અભયમ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે.

12 વર્ષમાં કુલ 18.10 લાખથી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપી સશક્ત કરાઈ

છેલ્લા 12 વર્ષમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાતની મહિલાઓ માટે એક મજબૂત સુરક્ષા કવચ (Protective Shield for Women) સાબિત થઈ છે. છેલ્લા 12 વર્ષમાં કુલ 18,10,913 થી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડીને તેમને સશક્ત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા, 3,60,964 જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે.

181 Abhayam , હેલ્પલાઇન, હિંસા, છેડતી, મહિલા સુરક્ષા

અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી 1,09,886 મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડાઈ

આ ઉપરાંત, 181 ટીમની કુશળતાને કારણે 2,29,660 કિસ્સાઓમાં કાઉન્સિલિંગ (Counseling) દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. સૌથી પ્રશંસનીય બાબત એ છે કે, અત્યંત જોખમી પરિસ્થિતિમાં મુકાયેલી 1, 09,886 મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે.

હેલ્પલાઈન દ્વારા ૨.૨૯ લાખ કિસ્સાઓમાં કાઉન્સિલિંગ દ્વારા વિવાદોનો સ્થળ પર જ સુખદ નિકાલ

ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના અદભૂત સંકલનથી આજે રાજ્યની મહિલાઓ માટે ટેકનોલોજીથી સજ્જ એક અભેદ્ય સુરક્ષા માળખું તૈયાર થયું છે. 24×7 કાર્યરત આ સેવામાં મહિલા પોલીસ (Police) કોન્સ્ટેબલ અને તાલીમબદ્ધ કાઉન્સિલર્સની ટીમ દિવસ-રાત ફરજ નીભાવે છે. રાજ્યમાં દોડતી 59 અત્યાધુનિક અભયમ રેસ્ક્યુ વાન માત્ર વાહન નથી, પણ જીપીએસ ટ્રેકિંગ (GPS Tracking)થી સજ્જ એક મોબાઈલ સુરક્ષા કેન્દ્ર છે, જે દેશભરમાં એક નવતર પહેલ ગણાય છે. આજે આ હેલ્પલાઈન માત્ર એક નંબર નથી, પણ લાખો મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ બની છે.

181 Abhayam , હેલ્પલાઇન, હિંસા, છેડતી, મહિલા સુરક્ષા

મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે

ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા ‘181 મોબાઈલ એપ’ માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન (Location) હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.

આ હેલ્પલાઈન માત્ર હિંસા જ નહીં, પણ સાયબર ગુનાઓ (Cyber Crimes), લગ્ન જીવનના વિખવાદો (Marriage Life Disputes), કાનૂની જોગવાઈઓ અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડે છે. મહત્વની વાત એ છે કે, મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ગુજરાતમાં રહેતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ સેવાનો નિ:શુલ્ક લાભ લઈ શકે છે.

નારી સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે 181 અભયમ હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.


આ પણ વાંચો: અભયમ 181 મહિલા હેલ્પલાઇન છેલ્લા 10 વર્ષોથી ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષા, આશ્રય અને સશક્તિકરણનું પ્રતીક

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના લીંબડીમાં 181 અભયમ મહિલા ટીમ દ્વારા બાળલગ્ન અટકાવાયાં

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, કચ્છમાં તાંત્રિક વિધિના બહાને પરણિત મહિલા પર દુષ્કર્મ મામલે 8 લોકો સામે FIR નોંધાઈ