Business News/ શેરબજારમાં ભૂકંપ! ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની આગમાં રોકાણકારોના ₹22 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ 1,353 પોઈન્ટ તૂટ્યો

ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની અસર ભારતીય શેરબજાર (Stock Market) પર. સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રચંડ ઘટાડો. રૂપિયો 92.28 ના ઓલ ટાઈમ લો પર.

Top Stories Business
Stock Market Crash Iran Israel War

Stock Market Crash Iran Israel War: વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓએ ભારતીય શેરબજારને હચમચાવી દીધું છે. આજે 9 માર્ચના રોજ ભારતીય શેરબજારમાં પ્રચંડ કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે.

બજારમાં કડાકાના મુખ્ય આંકડા

શેરબજારમાં આજે મંદીનું મોજું ફરી વળતા સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 1353 પોઈન્ટ એટલે કે 1.71 ટકાના જંગી ઘટાડા સાથે 77,566 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 422 પોઈન્ટ (7.73 ટકા) ગગડીને 24,028 ના સ્તરે પહોંચી ગયો છે. બજારના આ ભયંકર ધોવાણને કારણે રોકાણકારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં માત્ર આજના એક જ દિવસના ઘટાડાથી રોકાણકારોના આશરે ₹22 લાખ કરોડથી વધુની સંપત્તિનું ધોવાણ થઈ ગયું છે.

Stock Market : 92.28 ની ઓલ ટાઈમ લો સપાટી

શેરબજારની સાથે ભારતીય ચલણ પણ નબળું પડ્યું છે. અમેરિકી ડોલર સામે રૂપિયો 46 પૈસા ઘટીને 92.28 પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયામાં આ ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે.

Stock Market Crash Iran Israel War

મોંઘવારીનો માર પડશે?

યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. છેલ્લા 10 દિવસમાં તેલના ભાવમાં 60% નો વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ હાલ $116 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે જો સ્થિતિ વધુ બગડશે તો તેલ $150 સુધી પહોંચી શકે છે, જેનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5 થી 6 રૂપિયા નો વધારો થવાની ભીતિ છે.

માત્ર 5 મિનિટમાં ₹13 લાખ કરોડ સાફ

સોમવારે બજાર ખુલતાની સાથે જ એટલો મોટો કડાકો હતો કે ટ્રેડિંગની શરૂઆતની માત્ર 5 મિનિટમાં જ રોકાણકારોના ₹13 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. બેંકિંગ, ઓટો, મેટલ અને એનર્જી સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.

વૈશ્વિક બજારોની સ્થિતિ

ભારતની સાથે એશિયન અને અમેરિકી બજારોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. અમેરિકાના ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં પણ પાછલા સત્રમાં ઘટાડો નોંધાયો હતો, જેની અસર આજે ભારતીય બજારો પર સ્પષ્ટપણે દેખાઈ હતી.



આ પણ વાંચો: સોના-ચાંદીમાં ‘ઉલટી ગંગા’! યુદ્ધ વચ્ચે પણ ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ અને સોનું ₹31,000 થી વધુ સસ્તું થયું

આ પણ વાંચો: LPG સિલિન્ડર મોંઘા, ઘરેલુ સિલિન્ડરમાં ₹60, કોમર્શિયલમાં ₹115નો વધારો,આજથી નવા દર લાગુ

આ પણ વાંચો: ઈરાનની ચેતવણી: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ₹200 લિટર સુધી? દૂધ-શાકભાજી પણ મોંઘા થઈ શકે