Shoe Secrets: જો તમે અત્યારે બુટ (Shoes) પહેરી રહ્યા હોવ, તો તેની પાછળની તરફ નજર કરો. લગભગ દરેક સ્પોર્ટ્સ શૂઝ કે સ્નીકર્સમાં પાછળની બાજુએ કાપડ કે નાયલોનની એક નાની પટ્ટી અથવા લૂપ (Loop) આપેલી હોય છે. ઘણા લોકો તેને માત્ર એક ‘ડિઝાઇન’ સમજીને છોડી દે છે, પરંતુ હકીકતમાં આ નાનકડી પટ્ટી પાછળ મોટું વિજ્ઞાન અને અનેક સ્માર્ટ ઉપયોગો છુપાયેલા છે. આ પટ્ટીને ટેકનિકલ ભાષામાં ‘હીલ ટેબ’ (Heel Tab) અથવા ‘પુલ લૂપ’ (Pull Loop) કહેવામાં આવે છે. શૂઝની પાછળ આપેલી આ પટ્ટીના 5 મુખ્ય અને સ્માર્ટ ઉપયોગો.
Shoes પહેરવા માટેનું ‘હેન્ડલ’
આ પટ્ટીનો સૌથી મોટો અને મુખ્ય હેતુ શૂઝને સરળતાથી પહેરવામાં મદદ કરવાનો છે. ઘણીવાર જ્યારે આપણે ટાઈટ શૂઝ પહેરતા હોઈએ ત્યારે પાછળની એડીનો ભાગ અંદરની તરફ દબાઈ જતો હોય છે. આ સમયે જો તમે આ પટ્ટીને આંગળી વડે પકડીને ઉપરની તરફ ખેંચો, તો તમારો પગ સરળતાથી અંદર સરકી જશે. તે એક રીતે ‘ઇન-બિલ્ટ શૂ-હોર્ન’ જેવું કામ કરે છે.
શૂઝને ધોઈને સૂકવવા માટે
જ્યારે તમે તમારા શૂઝ ધોવો છો, ત્યારે તેમને સૂકવવા એક સમસ્યા હોય છે. જો તમે તેમને જમીન પર રાખો તો અંદરના ભાગમાં પાણી ભરાઈ રહે છે અને દુર્ગંધ આવવા લાગે છે. આ પટ્ટીની મદદથી તમે શૂઝને કોઈ ક્લિપ કે દોરી વડે લટકાવી શકો છો. લટકાવવાથી પાણી જલ્દી નીકળી જાય છે અને હવા અંદર સુધી પહોંચતા શૂઝ ઝડપથી સુકાય છે.
ટાઈટ ફિટિંગ માટે એક્સ્ટ્રા સપોર્ટ
ઘણા પ્રોફેશનલ રનર્સ અને હાઈકર્સ આ પટ્ટીનો ઉપયોગ ફિટિંગ માટે કરે છે. જો તમારા શૂઝ (Shoes) ની લેસ (દોરી) લાંબી હોય, તો તેને શૂઝની પાછળની આ પટ્ટીમાંથી પસાર કરીને આગળ લાવીને બાંધી શકાય છે. આનાથી તમારા પગને એક્સ્ટ્રા ગ્રીપ મળે છે અને દોડતી વખતે એડી શૂઝ (Shoes) માંથી બહાર નીકળતી નથી, જેને ‘હીલ લોક’ ટેકનિક કહેવામાં આવે છે.
શૂઝને કેરિઅર તરીકે લટકાવવા
જો તમે જીમ જાવ છો અથવા ટ્રેકિંગ પર ગયા હોવ અને તમારી પાસે બેગમાં જગ્યા ન હોય, તો તમે આ પટ્ટીનો ઉપયોગ કરીને શૂઝને (Shoes) બેગની બહારની તરફ લટકાવી શકો છો. પર્વતારોહકો (Rock Climbers) ઘણીવાર તેમના ક્લાઈમ્બિંગ શૂઝને બેલ્ટ કે બેગ સાથે લટકાવવા માટે આ લૂપનો ઉપયોગ કરતા હોય છે.
રાત્રે સુરક્ષા માટે રિફ્લેક્ટર
ઘણી બ્રાન્ડ્સ આ પટ્ટી પર રિફ્લેક્ટિવ મટિરિયલ (Reflective Material) નો ઉપયોગ કરે છે. આ પટ્ટી રાત્રિના સમયે વાહનની લાઈટ પડતા ચમકે છે, જે પાછળથી આવતા વાહનચાલકોને રસ્તા પર દોડતા કે ચાલતા વ્યક્તિની હાજરીની જાણ કરે છે. આમ, આ નાનકડી પટ્ટી રાત્રે તમારી સુરક્ષાનું પણ કામ કરે છે.
આ પણ વાંચો:લગ્ન કરવા છે? તો પહેલા સાત પેઢીના નામ બોલો! આ દેશની અજીબોગરીબ શરત જાણીને ચોંકી જશો
આ પણ વાંચો: બારમેરના દેરાસર ગામની અનોખી કહાની, જાણો કેમ અહીં પુરુષો માટે બીજા લગ્ન કરવા છે અનિવાર્ય
આ પણ વાંચો: શું તમે જાણો છે આ ભૂતિયા રસ્તાઓનું રહસ્ય? જાણો ભારતના સૌથી ડરામણા રસ્તાઓની કહાની


