Bharuch news/ ભરૂચમાં વ્યાજખોરોનો વધતો આતંક

વેપારી દિલીપ સુથારે આ મામલે Moneylenders અજય શાહ વિરુદ્ધ ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી છે

Gujarat Others
કપડાના વેપારીએ વ્યાજખોર(Moneylenders) સામે પોલીસમાં લેખિત અરજી આપી છે

Bharuch News : ભરૂચમાં વ્યાજખોરોનો આતંક વધતો જાય છે. શહેરમાં વ્યાજખોરીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક કપડાના વેપારીએ વ્યાજખોર(Moneylenders) સામે પોલીસમાં લેખિત અરજી આપી છે.

વ્યાજખોરો(Moneylenders)એ દુકાનમાં ઘુસી વેપારી સાથે મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ

મળતી માહિતી મુજબ, કપડાના વેપારી દિલીપ સુથારે વ્યાજે લીધેલા માત્ર 3 લાખ રૂપિયાના બદલે વ્યાજખોરો(Moneylenders) એ અત્યાર સુધીમાં લગભગ 18 લાખ રૂપિયા વસૂલ્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ ઉપરાંત વ્યાજખોરોએ દુકાનમાં ઘુસી વેપારી સાથે મારપીટ કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

વેપારી દિલીપ સુથારે આ મામલે વ્યાજખોર અજય શાહ વિરુદ્ધ ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી છે. અરજીના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ ઘટનાને લઈને શહેરમાં ફરી એકવાર વ્યાજખોરીના મુદ્દે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વ્યાજખોરો નો આતંક વધતો જઈ રહ્યો હોવાની ચર્ચા પણ ઉઠી રહી છે.


આ પણ વાંચો : ગાંધીધામ ભાજપ મંત્રીનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત, પત્નીએ 18 સામે નોંધાવી FIR

આ પણ વાંચો : રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આપઘાત: રિક્ષાચાલકે ઝેરી દવા પી લેતા મોત, સુસાઈડ નોટમાં ગંભીર આક્ષેપ

આ પણ વાંચો : રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પોલીસ એક્શનમાં આવી, જીવલેણ હુમલાના આરોપીને ઝડપ્યો