Surat News/ સુરતમાં ચાર નરાધમોનું સગીરા પર દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

સુરતમાં બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. સગીરા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ઉમરપાડા આવી હતી, તેના પર ચાર હવસખોરોએ નજર બગાડી હતી અને તેને અવાવરુ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

Top Stories Gujarat Surat Breaking News
સુરતમાં સગીરા પર રેપ(Rape)થી ચકચાર મચી

Surat News: સુરતના ઉમરપાડા વિસ્તારમાં ચાર નરાધમોએ સગીરા (Minor) પર દુષ્કર્મ (Rape)ગુજારતા ચોમેર ચકચાર મચી ગઈ છે. આ સગીરા ઉમરપાડા વિસ્તારમાં કોકના લગ્ન પ્રસંગમાં આવી હતી. ચકચાર મચી જતાં ઉમરપાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક સગીર સહિત ચારેય ગુનેગારોને ગણતરીના કલાકોમાં ઝડપી લેતા લોકોએ પોલીસની કામગીરીને પણ બીરદાવી છે.

સગીરા પર રેપ (Rape)

ઉમરપાડામાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. તેમા ચાર શખ્સોએ સગીરા પર નજર બગાડી હતી.  આ નરાધમો સગીરાને ડરાવીને અને લલચાવીને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. તેઓ તેને બસ સ્ટેન્ડની પાછળના અવાવરુ સ્થળે લઈ ગયા હતા. તેના પછી ચારેય નરાધમો સગીરા પર વરૂની જેમ તૂટી પડ્યા હતા અને દુષ્કર્મ (Rape)આચર્યુ હતુ.

સગીરાએ ફરિયાદ કરતાં કુટુંબ ભડક્યું

આ ઘટનાનો ભોગ બન્યા પછી સગીરાએ હિંમત કરીને તેના કુટુંબને આ વાત કરતાં તે સ્તબ્ધ થઈ ગયું હતું. કુટુંબે તરત જ પોલીસ સંપર્ક કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જાણીને પોલીસે તરત જ સગીરાને હોસ્પિટલ પરીક્ષણ માટે મોકલીને યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પકડ્યા

આ ઘટનાની જાણ થતાં તરત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. તેમા એક આરોપી સગીર હોવાનું જાણવામાં આવ્યું છે. હાલ પોલીસે બધા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરતાં તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.  સ્વાભાવિક રીતે સગીરા પર દુષ્કર્મ કર્યુ હોવાથી ચારેય ગુનેગારો પર પોકસો લાગશે.


આ પણ વાંચો:  સુરત રેલવે સ્ટેશન નજીક હોટલમાં દુષ્કર્મ, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ

આ પણ વાંચો:  માઉન્ટ આબુમાં ન્યૂ યર પાર્ટીના નામે અમદાવાદની સગીરા સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો

આ પણ વાંચો: પરણીત પુરુષે 18 વર્ષની છોકરીને પ્રેમઝાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ