ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી અત્યાર સુધી 25 લોકોનાં મોત નીપજ્યાં છે. ચીનની સરકારનાં જણાવ્યા અનુસાર આ રોગથી 800 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ આ રોગને લઈને વિશ્વવ્યાપી કટોકટી જાહેર કરવાની ના પાડી છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે, કોરોના વાયરસ સંબંધિત વિશ્વવ્યાપી કટોકટી જાહેર કરવી થોડી ઉતાવળ કહેવાશે.
ચીનનાં નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે, અત્યાર સુધીમાં 830 કોરોના વાયરસનાં કેસોની પુષ્ટિ થઈ છે. ગુરુવાર સુધીમાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે. મોટાભાગનાં કેસ ચીનનાં વુહાન શહેરમાંથી નોંધાયા છે. જ્યાં એવું માનવામાં આવે છે કે, ગયા વર્ષનાં છેલ્લા મહિનામાં આ વાયરસએ એન્ટ્રી કરી હતી. અન્ય સાત દેશોમાં પણ આ રોગનાં કેસો મળી આવ્યા છે. આરોગ્ય અધિકારીઓ કહે છે કે તે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેનાં સંપર્ક દ્વારા ફેલાય છે.
આ પણ વાંચો – ચીનનો ખતરનાક વાયરસ હવે પહોચ્યો અમેરિકા, જાણો શું છે કોરોના વાયરસ
ગત શનિવારે ચીનમાં શરૂ થયેલા 15 દિવસીય તહેવાર લૂનર ન્યૂ યર નિમિત્તે અહીનાં લોકો વિદેશ યાત્રા કરે છે. પરંતુ આ વખતે તેમને મુસાફરી કરવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. અન્ય શહેરોમાં રહેતા લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા કહેવામાં આવ્યું છે, ખાસ કરીને વુહાન શહેરથી થોડે દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે કોરોના વાયરસથી આ સમયે ચીનમાં ફક્ત કટોકટી જાહેર કરી શકાય છે દુનિયામાં નહીં. એવું માનવામાં આવે છે કે ચીનનાં સીફૂડ માર્કેટમાંથી વાયરસ ફેલાયો છે.
શું છે કોરોના વાયરસ ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વાયરસ સીફૂડ સાથે સંકળાયેલ છે અને માનવામાં આવે છે કે તે ચીનનાં હ્યુવેઇ પ્રાંતનાં વુહાન શહેરમાં સીફૂડ માર્કેટમાં ઉદ્ભવ્યું છે. ખાસ વાત એ છે કે આ વાયરસ ફક્ત માણસો જ નહીં પણ પ્રાણીઓની પણ હત્યા કરી રહ્યો છે.
કેવી રીતે ફેલાય છે વાયરસ?
રોજિંદા નવા અપડેટ્સ કોરોના વાયરસ વિશે આવી રહ્યા છે. આ વાયરસ વિશે અગાઉ કહેવામાં આવ્યું હતું કે ચેપગ્રસ્ત સીફૂડ ખાવાથી તે ફેલાય છે. જ્યારે તાજેતરમાં, WHO દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આ વાયરસ પરિવારનાં લોકોમાં એકથી બીજાનાં સંક્રમણમાં આવવાથી ફેલાઇ શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવો અને પછી તમારા મોં, નાક અથવા આંખોને સ્પર્શ કરવુ પણ વાયરસનું કારણ બની શકે છે.
કોરોના વાયરસનાં લક્ષણ
કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિને પહેલા શ્વાસ લેવામાં, ગળામાં દુખાવો, શરદી, ખાંસી અને તાવ આવે છે. આ તાવ પછી ન્યુમોનિયાનું સ્વરૂપ લઈ શકે છે અને ન્યુમોનિયા કિડની સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓમાં વધારો કરી શકે છે.
બચવા શું કરશો?
વાયરસથી તમારા પરિવારને બચાવવા માટે કોઈ રસી નથી, કહી શકીએ કે તે તાજેતરમાં તો નથી જ. એમઇઆરએસ રસી માટે કસોટીઓ ચાલી રહી છે. તમે માંદા લોકોને ટાળીને ચેપનું જોખમ ઘટાડી શકો છો. તમારી આંખો, નાક અને મોઢાને સ્પર્શ કરવાનું ટાળો. તમારા હાથને હંમેશાં સાબુ અને પાણીથી અને ઓછામાં ઓછા 20 સેકંડ સુધી ધોવો. જો તમે બીમાર છો, તો ઘરે જ રહો અને ભીડને ટાળો અને અન્યનો સંપર્ક ન કરો. જ્યારે તમને ખાંસી આવે કે છીંક આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકી દો. તમે જે વસ્તુઓને સ્પર્શ કરો છો તેવા પદાર્થો જંતુમુક્ત કરો.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
