Ahmedabad News/ વાડજમાં ટેન્કરના અકસ્માતમાં 7 વર્ષની બાળકીનું મોત

Ahmedabad News : અમદાવાદ શહેરના વાડજ(Vadaj) વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે, જેમાં પાણીના ટેન્કરના કારણે 7 વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે. માહિતી મુજબ સંજય સોલંકીની બે દીકરીઓમાંથી એક 7 વર્ષની બાળકી સવારના સમયે BRTS બસ સ્ટેશન પાસે જાહેર રસ્તા પર રમતી હતી. તે દરમિયાન પાણીનું ટેન્કર રિવર્સમાં આવી રહ્યું હતું. ટેન્કરચાલકે […]

Gujarat Ahmedabad
વાડજ(Vadaj) વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે

Ahmedabad News : અમદાવાદ શહેરના વાડજ(Vadaj) વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત(Accident)ની ઘટના સામે આવી છે, જેમાં પાણીના ટેન્કરના કારણે 7 વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે.

માહિતી મુજબ સંજય સોલંકીની બે દીકરીઓમાંથી એક 7 વર્ષની બાળકી સવારના સમયે BRTS બસ સ્ટેશન પાસે જાહેર રસ્તા પર રમતી હતી. તે દરમિયાન પાણીનું ટેન્કર રિવર્સમાં આવી રહ્યું હતું. ટેન્કરચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે રિવર્સ લેતા રસ્તા પર રમતી બંને દીકરીઓને અથડામણ થઈ.

અકસ્માત દરમિયાન ટેન્કર 7 વર્ષની બાળકીના માથા પરથી ફરી વળ્યું, જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું. આ દ્રશ્ય તેના પિતાની નજર સામે બનતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તરત જ પોલીસને માહિતી આપવામાં આવી. બાદમાં બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને ટેન્કરચાલક સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : વડોદરાના માંજલપુરમાં ગમખ્વાર અકસ્માત, સગીરનું મોત

આ પણ વાંચો : અમદાવાદ સીટીએમ નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત, મોપેડ ચાલક 60 ફૂટ ઢસડાયો

આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત: ટ્રકે બાઈકને કચડતાં 2ના મોત