LPG Tanker Jag Vasant Kandla Port: પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ અને સમુદ્રી માર્ગો પર વધતા જોખમ વચ્ચે ભારતના ઉર્જા પુરવઠાને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પાર કરીને બે ભારતીય LPG ટેન્કરો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે, જેમાંથી એક વિશાળ જહાજ ‘જગ વસંત’ આગામી 26 માર્ચે ગુજરાતના કંડલા બંદરે પહોંચશે.
કેન્દ્ર સરકારનું સત્તાવાર નિવેદન
કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિંહાએ દૈનિક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ગલ્ફ ક્ષેત્રમાં હાજર તમામ ભારતીય જહાજો અને ખલાસીઓ સુરક્ષિત છે. છેલ્લા 24 કલાકમાં કોઈ અપ્રિય દરિયાઈ ઘટના બની નથી. બે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ, ‘પાઈન ગેસ’ અને ‘જગ વસંત’, હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે.
LPG Tanker ની વિગત અને ક્ષમતા
જગ વસંત (Jag Vasant) જહાજ અંદાજે 47,600 મેટ્રિક ટન LPG લઈને ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું છે. તે 26 માર્ચે પહોંચે તેવી શક્યતા છે. આ જહાજ પર 33 ભારતીય ખલાસીઓ સવાર છે.
પાઈન ગેસ (Pine Gas) જહાજ 45,000 મેટ્રિક ટન LPG લઈને ન્યૂ મેંગલોર પોર્ટ તરફ જઈ રહ્યું છે અને 27 માર્ચે પહોંચશે. આ જહાજ પર 27 ભારતીય ખલાસીઓ છે.

ભારતીય નૌસેનાનું કડક સુરક્ષા કવચ
અરબ સાગરમાં આ બંને જહાજોને ભારતીય નૌસેના દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી રહ્યા છે, જેના વીડિયો અને વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે. ઈરાન દ્વારા આ જહાજોને હોર્મુઝ પાર કરતી વખતે કોઈ ટોલ ટેક્સ પણ લેવામાં આવ્યો નથી, જે રાજદ્વારી રીતે ભારત માટે મહત્વનું છે.
ગુજરાતમાં ઈંધણનો પુરવઠો યથાવત રહેશે
આ પહેલા પણ 16 અને 17 માર્ચના રોજ ‘એમટી શિવાલિક’ અને ‘એમટી નંદા દેવી’ નામના બે LPG જહાજો 92,712 મેટ્રિક ટન ગેસ લઈને સુરક્ષિત રીતે ગુજરાત પહોંચ્યા હતા. તેમજ ‘જગ લાડકી’ નામનું ક્રૂડ ઓઈલ ટેન્કર પણ 80,886 મેટ્રિક ટન તેલ લઈને મુન્દ્રા પોર્ટ પર ડોક થયું હતું. આ જહાજોના સતત આગમનથી ગુજરાતમાં ગેસ અને ઈંધણની અછત સર્જાશે નહીં તે સ્પષ્ટ છે.
આ પણ વાંચો: નૌકાદળની સુરક્ષામાં LPG ટેન્કર ગુજરાત નજીક, 22 જહાજો હજુ ફસાયેલા
આ પણ વાંચો:LPGની તંગી વચ્ચે રાહતના સમાચાર: શિવાલિક અને નંદાદેવી જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ
આ પણ વાંચો:ભારત માટે મોટા સમાચાર! શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ પણ સુરક્ષિત, 46,000 ટન LPG ભારત આવશે
