Surat News/ ડ્રગ્સ ફ્રી સુરત અભિયાન! પુણા પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને લાખોનો ગાંજો સાથે 4 શખ્સોને દબોચ્યા

Suratની પુણા પોલીસે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પાસેથી 4 શખ્સોને 6 કિલો ગાંજા અને 3.89 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસની ફિલ્મી ઢબે કાર્યવાહી.

Top Stories Gujarat Surat
Surat Puna Police Ganja Seized

Surat Puna Police Ganja Seized: ડાયમંડ સિટીમાં નશીલા પદાર્થોના નેટવર્કને તોડવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. પુણા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પાસે સફળ ઓપરેશન પાર પાડીને 4 શખ્સોને લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા છે.

Surat : બાતમીના આધારે ગોઠવી વોચ

પુણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ફ્રૂટ માર્કેટ પાસે કેટલાક શખ્સો નશીલા પદાર્થનું વેચાણ કરવાના ઈરાદે ઉભા છે. આ બાતમીને ગંભીરતાથી લઈને પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી. પોલીસની બાજ નજર હેઠળ 4 શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

Surat Puna Police Ganja Seized

6 કિલો ગાંજો અને લાખોનો મુદ્દામાલ

પોલીસે જ્યારે ચારેય શખ્સોની અટકાયત કરીને તલાશી લીધી, ત્યારે તેમની પાસેથી અંદાજે 5952 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બજારમાં આ નશીલા પદાર્થની કિંમત આશરે ₹2,97,600 જેટલી થાય છે. ગાંજા ઉપરાંત પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને એક બાઈક સહિત કુલ મળીને અંદાજે ₹3.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

પુણા પોલીસે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ મુજબ ગુનો નોંધીને તેમની વિધિવત ધરપકડ કરી છે. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સુરતમાં નશાના કાળા કારોબારમાં જોડાયેલા અન્ય લોકોના નામ પણ આ તપાસમાં ખુલે તેવી શક્યતા છે.


આ પણ વાંચો : રામોલની સુરતી સોસાયટીમાં ગાંજાની તસ્કરીનો થયો પર્દાફાશ

આ પણ વાંચો : સુરત-વ્યારા રોડ પરથી ટ્રકમાંથી ગાંજાના જથ્થા સાથે 27.25 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો : સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો