Kutch News/ કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા

Rain સાથે પવનની ગતિ પણ જોવા મળી હતી, જેના કારણે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા

Gujarat Others
કચ્છ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી (Rain)ઝાપટાં પડ્યા હતા

Kutch News : કચ્છ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી (Rain)ઝાપટાં પડ્યા હતા. માધાપર, ભુજોડી અને કુકમા સહિતના પંથકમાં સાંજના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો. સવારથી જ ઉકળાટ ભરેલું વાતાવરણ અનુભવાઈ રહ્યું હતું, પરંતુ સાંજે અચાનક બદલાવ આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

અજરખપુર વિસ્તારમાં તો બરફના કરા પણ પડ્યા હોવાના અહેવાલ મળ્યા છે. વરસાદસાથે પવનની ગતિ પણ જોવા મળી હતી, જેના કારણે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પર અસર પહોંચી હતી.

આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : અંબાલાલ પટેલની આગાહી, માર્ચના અંતમાં ફરી ત્રાટકશે કમોસમી વરસાદ અને મે મહિનામાં ‘ખતરનાક’ વાવાઝોડું

આ પણ વાંચો : કમોસમી વરસાદમાં પાક બચાવ માટે કૃષિ માર્ગદર્શિકા અનુસરો

આ પણ વાંચો : અમરેલીના બગસરા અને વડિયા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં