America News: અમેરિકન (America) ડોલરમાં એક મોટો ફેરફાર થવાનો છે. 1861 માં ડોલર નોટો રજૂ થયા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર ટૂંક સમયમાં યુએસ ચલણ (Currency) પર દેખાશે.
અમેરિકા (America) ના ડોલરમાં ઐતિહાસિક ફેરફાર
અમેરિકાની 250મી વર્ષગાંઠ નિમિત્તે એક ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના અધિકારી બ્રાન્ડન બીચે (Brandon Beach) એ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ટૂંક સમયમાં અમેરિકન ચલણ (Currency) પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના હસ્તાક્ષર પણ જોવા મળશે.
હાલમાં અમેરિકન નોટ પર માત્ર ટ્રેઝરી સેક્રેટરીના હસ્તાક્ષર હોય છે, અને આ વખતે સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર સાથે ટ્રમ્પના હસ્તાક્ષર ઉમેરાશે. આ પહેલું એવું પ્રસંગ હશે કે કોઈ વર્તમાન રાષ્ટ્રપતિના હસ્તાક્ષર ચલણ (Currency) પર દર્શાવવામાં આવશે.
આ નિર્ણયને અમેરિકાની 250મી વર્ષગાંઠ સાથે જોડીને “દેશ પ્રત્યેના સમર્પણનું પ્રતીક” તરીકે રજૂ કરવામાં આવ્યો છે, જે 1861 માં ડોલર નોટોની શરૂઆત પછી કોઈ વર્તમાન રાષ્ટ્રપતિ માટે તે પ્રથમ વખત થશે.
જૂનથી નવી કરન્સીની પ્રિન્ટિંગ શરૂ થશે
ટ્રેજરીના જણાવ્યા અનુસાર, જૂન મહિનાથી 100 ડોલરની નવી નોટોની છપાઈ શરૂ થશે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નાણાં મંત્રી સ્કૉટ બેસેન્ટના હસ્તાક્ષર જોવા મળશે. ત્યારબાદ અન્ય મૂલ્યવર્ગની નોટોમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવશે.
નાણાં મંત્રી સ્કૉટ બેસેન્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ડોલર પર આ નામ અને હસ્તાક્ષર ઉમેરવાનું પગલું દેશની સિદ્ધિઓને ઉજાગર કરવાની એક અસરકારક રીત છે.
ટ્રમ્પની છબી સાથે સોનાનો સ્મારક સિક્કો આવશે
તેમજ સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ નિમિત્તે 24 કેરેટ સોનાનો એક વિશેષ સ્મારક સિક્કો બહાર પાડવામાં આવશે. આ સિક્કામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને રિઝોલ્યુટ ડેસ્ક પર મુઠ્ઠી પકડીને ઝુકેલા દર્શાવવામાં આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓફ ફાઇન આર્ટ્સ દ્વારા આ ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે.
જ્યારે ચલણની નોટ પર સહી કરવાની આ પહેલ નવી છે, ત્યારે અગાઉ પણ એક વખત જીવંત રાષ્ટ્રપતિની છબી સ્મારક સિક્કા (Coins) પર દર્શાવવામાં આવી ચૂકી છે. હાલના કાયદા મુજબ જીવંત રાષ્ટ્રપતિની છબી સામાન્ય ચલણ (Currency) પર મૂકવા પર પ્રતિબંધ છે, વહીવટીતંત્ર આને સ્મારક સિક્કા તરીકે વિચારી રહ્યું છે.
આ પણ વાંચો: મોડું થાય તે પહેલાં સાવચેત”,ટ્રમ્પનો ઈરાન પર પ્રહાર
આ પણ વાંચો: ટ્રમ્પનો ડબલ ગેમ: યુદ્ધ રોકવા ઇરાનને મોકલ્યો 15 મુદ્દાનો પ્લાન, ઇઝરાઇલ ચોંક્યું!
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ vs ઈરાન, યુદ્ધ વચ્ચે સત્ય-અસત્યની લડાઈ, વાતચીત કે વ્યૂહરચના?
