sports news/ હૈદરાબાદ સામેની મેચમાં વિરાટ કોહલી રચી શકે છે ઈતિહાસ, તોડશે પાકિસ્તાની ખેલાડીનો મોટો રેકોર્ડ

Virat Kohli IPL 2026 ની પ્રથમ મેચમાં પાકિસ્તાનના શોએબ મલિકનો રેકોર્ડ તોડીને T20 ક્રિકેટમાં એશિયાનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. જાણો શું છે આંકડા.

Trending Sports
Virat Kohli

Virat Kohli T20 Runs Record: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર મેદાન પર ધમાલ મચાવવા તૈયાર છે. IPL 2026ની પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ્યારે કોહલી બેટિંગ કરવા ઉતરશે, ત્યારે તેની નજર એક મોટા વર્લ્ડ રેકોર્ડ પર હશે. વિરાટ કોહલી પાસે હવે T20 ફોર્મેટમાં એશિયાનો સૌથી સફળ બેટ્સમેન બનવાની સુવર્ણ તક છે.

Virat Kohli

શોએબ મલિકનો રેકોર્ડ જોખમમાં

T20 ક્રિકેટમાં અત્યાર સુધી એશિયા તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શોએબ મલિકના નામે છે. મલિકે 557 મેચોમાં 13,571 રન બનાવ્યા છે. બીજી તરફ, વિરાટ કોહલીએ (Virat Kohli) અત્યાર સુધી 414 T20 મેચોમાં 13,543 રન બનાવ્યા છે. કોહલીને (Virat Kohli) શોએબ મલિકને પાછળ છોડીને એશિયાનો નંબર-1 બેટ્સમેન બનવા માટે માત્ર 29 રનની જરૂર છે. જો તે હૈદરાબાદ સામેની મેચમાં આ રન બનાવી લેશે, તો તે એશિયાનો કિંગ બની જશે.

Virat Kohli

T20 ફોર્મેટમાં વિરાટનો દબદબો

વિરાટ કોહલીના (Virat Kohli) આંકડા તેની મહાનતાની સાબિતી આપે છે. તેણે 41.92ની શાનદાર એવરેજથી રન બનાવ્યા છે, જેમાં 9 સદી અને 105 અર્ધસદી સામેલ છે. ખાસ વાત એ છે કે વિરાટે શોએબ મલિક કરતા ઘણી ઓછી મેચો રમીને આ મુકામ હાંસલ કર્યો છે.

Virat Kohli

ક્રિસ ગેલનો રેકોર્ડ હજુ પણ અજેય

જો સમગ્ર વિશ્વની વાત કરીએ તો T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલના નામે છે. ગેલે 463 મેચોમાં 14,562 રન બનાવ્યા છે. વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં વિશ્વમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં 7મા સ્થાને છે. ગેલનો રેકોર્ડ તોડવા માટે વિરાટે હજુ વધુ 1,020 રન બનાવવા પડશે, જે તેની વર્તમાન ફોર્મને જોતા અશક્ય લાગતું નથી.

હવે જોવાનું એ રહેશે કે હોમ ગ્રાઉન્ડ પર હજારો ચાહકોની હાજરીમાં શું વિરાટસીમાચિહ્ન પાર કરી શકે છે કે નહીં.


આ પણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એન્ટ્રી લેતા પહેલા જાણી લો આ નવા નિયમો, RCB એ લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો: IPL ની સૌથી મોટી ડીલ: ₹15,286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, જાણો કોણે ખરીદી?

આ પણ વાંચો:શું સંજુ સેમસન લેશે ધોનીની જગ્યા? CSK માં સંજુના એન્ટ્રીથી માહીના ફેન્સમાં ચિંતા, જાણો શું છે પ્લાન